અઠંગા, પાંચાલી, હુડો, ડાંગ સહિતના રાસોથી માઁ જગદંબાની આરાધના કરાય છે

નવરાત્રી એટલે ગીત, સંગીત, નૃત્ય અને શક્તિ ઉપાસનાનો મહાપર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂકયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં રાસ-ગરબાના રંગ ઘૂંટાયા હતા. નવરાત્રીના બીજા દિવસે પણ ઠેર-ઠેર પ્રાચીન ગરબીઓમાં લોકોની જોવા માટે ભીડ ઉમટી હતી અને બાળાઓએ નિ:સ્વાર્થ ભાવે ર્માં જગદંબાની આરાધના કરી ગરબા રમ્યા હતા.જંકશન પ્લોટ ન્યુ ગરબી મંડળના આયોજક દિગ્વીજસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪૭ વર્ષથી અમો આ પ્રાચીન ગરબીનું આયોજન કરી રહ્યાં છીએ જેમાં અઠંગા રાસ, હુડો એ તો લોકપ્રિય છે જ સાથો સાથ અમે દર વર્ષે નવા રાસ પણ કરાવીએ છીએ. જેમાં પાંચાલી રાસ, ડાંગ રાસ સહિતના રાસો લોકપ્રિય થયા છે. સંગીત અને ગીત ઉપર પણ અમો પુરતી મહેનત લઈએ છે તેનો પણ સારો પ્રતિસાદ મળે છે. વર્ષોથી ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો આ ગરબી નિહાળવા માટે આવે છે તેનું મહત્વ આજદિન સુધી જળવાઈ રહ્યું છે અને ઉત્તરોત્તર વધારો પણ થાય છે તેનો અમોને આનંદ છે.અર્વાચીન ગરબી હોય કે પ્રાચીન બધાજ ને માતાજીની ભક્તિ કરવાના પ્રકાર છે. અમોએ પહેલાથી જ પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખી છે અને તેનો અમને આનંદ છે અને હવે તો નાના બાળકો પણ આ પ્રાચીન ગરબીમાં ભાગ લે છે અને પ્રાચીન ગરબીનું ભવિષ્ય ઉજ્જવળ છે તેવું દેખાઈ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.