ગંદકીની સમસ્યા નિવારવા તંત્ર અને જનતાના સહિયારા પ્રયાસની આવશ્યકતા

મોરબીમાં ઠેર ઠેર જામેલા ગંદકીના ગંજથી લોકો પરેશાન થઈ રહ્યા છે ઘણા વિસ્તારોમાં કાયમી કચરાની સમસ્યા રહે છે. પાલિકા દ્વારા કચરાની સફાઈ તો થઈ રહી છે પરંતુ સફાઈ થયા બાદ પરિસ્થિતિ જૈસે થે જેવી જોવા મળી રહી છે સફાઈ બાદ ફરી પાછા કચરાના ઢગલા જોવા મળે છે.

મોરબીના હાર્દસમા નવાડેલા રોડ ઉપર, દરબાર ગઢ શાકમાર્કેટ પાસે, ગઢ ની રાંગ બજાર પાસે, લાતી પ્લોટ મેઇન રોડ ઉપર, કન્યા છાત્રાલય રોડ ઉપર, વાવડી રોડ , મહેન્દ્ર પરા રોડ, જુલતા પુલ પાસે અને હાઉસિંગ બોર્ડ પાસે કાયમી કચરાના ઢગલા જોવા મળે છે. ઘણી વખત કચરાના ગંજની સમસ્યા વકરે ત્યારે સફાઇની કામગીરી હાથ ધરવામાં આવે છે જોકે આ જગ્યાઓ પર વખતોવખત સફાઈની કામગીરી થાય છે તેમ છતાં થોડા દિવસોમાં જેસે થે જેવી હાલત થઈ જાય છે.

આ ગંદકીની સમસ્યાની પાછળનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતિનો અભાવ છે એક વાત નિશ્ચિત છે કે તંત્ર કચરો ઠાલવવામાં આવતું નથી આસપાસના લોકો જ ત્યાં કચરો ફેંકી ગંદકી કરી પોતાની જાતે પોતાના આરોગ્ય સામે જોખમ ઉભું કરે છે. તંત્રની બેદરકારી એટલી છે કે તેમન દ્વારા સમયસર કચરો ઉપાડવાની કામગીરી થતી નથી. અમુક જગ્યાએ ડસ્ટબીન પણ મુકાયા નથી. ઉપરાંત જ્યાં ડસ્ટબીન ભરાઇ ગયા હોય તો ત્યાંથી સમયસર તેને ખાલી કરવામાં આવતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર અને લોકોના સહિયારા પ્રયાસની તાતી જરૂરિયાત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.