ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ અને બધાને પેટ પકડીને હસાવનાર સિદ્ધાર્થ રાંદેરીયા ફરી વાર આવી ગયા છે તેમના પરિવાર સાથે. ‘કહેવતલાલ પરીવાર’ ના અન્ય સભ્યો છે, શ્રદ્ધા ડાંગર, ભવ્ય ગાંધી, સુપ્રિયા પાઠક, સંજય ગોરડીયા, વંદના પાઠક, અને નીલ ગગડાની. કોકોનટ મોશન પિક્ચર્સ, રશ્મિન મજેઠીયા અને વિપુલ મેહતા દ્વારા બનાવેલી આ મસાલાથી ભરપૂર ફિલ્મ જે તમને હસાવશે, આંખોના ખૂણા ભીના કરશે, ટેન્શન-ફ્રી પણ કરી દેશે અને સંયુક્ત કુટુંબની વ્યાખ્યા શીખવશે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો ભાર્ગવ પુરોહિત, આદિત્ય ગઢવી અને સચીન-જીગરએ પોતાનો જાદુ પાથર્યો છે. તેમનુ ગીત ‘ઉઠો ઉઠો’ હાલ ધૂમ મચાવી રહ્યું છે.
ત્યારે આ ગુજરતી ફિલ્મમાં ફાલ્ગુની પાઠકના સુરીલા સ્વરમાં ગવાયેલ વહુરાણી ખુબ જ ધૂમ મચાવી રહ્યું છે. સચિન-જીગરનાં સુમધુર સંગીતથી મઢેલું ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ નું મજાનું ગીત ‘વહુરાણી ગીત’ લોકોના દિલ પર છવાઈ રહ્યું છે.
આ ગીતમાં ફાલ્ગુની પાઠક પોતાના એક અલગ જ સ્વેગમાં જોવા મળી રહી છે. આ ગીતના બોલ છે પરિવારની માનીતી રાણી,પટરાણી એટલે સૌની વ્હાલી વહુરાણી. એ બોલે તો ફૂટે ધાણી, અને નાચે તો ઝૂમે દુનિયા સારી, જે બધાનાં દિલમાં સમાણી. આ ગીતમાં ફાલ્ગુની પાઠક ગોલ્ડન કપડામાં જોવા મળી રહી છે. માથે પીળા રંગનો સાફો બાંધ્યો છે અને બ્લેક ગોગલ્સ પહેર્યા છે.