સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાવ્યો: પ્રથમવાર આઠ સ્થળોએ યોજાશે ‘ગરબા’
ગુજરાત સરકાર દ્વારા પ્રથમવાર રાજય એક સાથે આઠ સ્થળોએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ તેમજ યુવક સેવા સંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો અમદાવાદ જી એમ ડી સી ગ્રાઉન્ડમાં પ્રારંભ કરાવ્યો હતોતેમણે ક્હ્યુંકે ગુજરાતમાં ઉત્સવની જે પરંપરા છે તેને જન ઉત્સવ બનાવી વિશ્વમાં આગવી ઓળખ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ઉભી કરી છે.
ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાયબ્રન્ટ નવરાત્રિનું તેમણે જે આયોજન કરાવ્યું તે હવે ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે. મુખ્યમંત્રીએ આ વર્ષે નવરાત્રિ ગરબાનું રાજ્ય સરકારે પહેલી વાર ગુજરાતના 8 જેટલા વિવિધ સ્થળોએ કર્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને રાષ્ટ્રની વિકાસ યાત્રા આદ્યશક્તિની કૃપા અને જન સહયોગથી વધુ ઉન્નત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.આ અવસરે ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર,રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ પૂર્ણશ મોદી,જગદીશ વિશ્વકર્મા,અરવિંદ રૈયાણી,સાંસદો,ધારાસભ્યો અમદાવાદના મેયર તેમજ વરિષ્ઠ સચિવો,આમંત્રીતો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો શ્રધ્ધા પૂર્વક મહા આરતીમાં પણ જોડાયા હતા.