કુંકાવાવના દેવળકી ગામના યુવકના અંતરીયાળ મોતથી કોળી પરિવારમાં શોક.
રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા શાપર નજીક ફોરવ્હીલે બાઈકને હડફેટે લેતા વડીયા તાલુકાના દેવળકી ગામના યુવાનનું મોત નિપજતા કોળીપરિવારમાં શોકનુંમોજુ ફેલાયું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વડીયા તાલુકાના દેવળકી ગામનો હાલ શાપર ખાતે રહેતો અશ્ર્વીનભાઈ વલ્લભભાઈ દુદકીયા નામના ૩૫ વર્ષિય કોળી યુવાન જી.જે.૩ એઆર ૨૦૩૦ નંબરનું બાઈક લઈને રાજકોટથી શાપર તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્કોડાના શોરૂમ પાસે પહોચ્યો ત્યારે ફોરવ્હીલે બાઈકને હડફેટે લેતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા અશ્ર્વીનભાઈને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતા જેમાં અશ્ર્વીનભાઈનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.
આ બનાવની જાણ શાપર પોલીસ મથકનાં સ્ટાફને થતા મૃતકના ભાઈવિપુલભાઈની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં મૃતક શાપર ખાતે ગેરેજમાં કામ કરે છે. અને સંતાનમાં ૧ પુત્ર અને ૧ પુત્રી છે.