કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોનો પાક ધોવાયો, ખેડૂતોના ખેતરો બેટમા ફેરવાયા, આર્થિક વળતરની માંગ
હળવદ ધાંગધ્રા વચ્ચે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું જેના કારણે ખેડૂતોના ખેતરો ફેરવાયા બેટમા ફેરવાયા હતા અને ખેડૂતોનો પાક ધોવાયો હતો. આથી ખેડૂતોને આર્થિક વળતરની માંગ ઉઠી છે.
હળવદ ધાંગધ્રા વચ્ચે નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં હળવદ સંચાલિત નર્મદાની ઉ 13 નંબરની કેનાલમા મોટુ ગાબડુ પડ્યું હતું. જેમાં ઢવાણા, જીવા ગામની વચ્ચે સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બેટમા ફેરવાયા હતા. આથી ખેડૂતોનો ઉભો પાક ડૂબી ગયો હતો. જેમાં 30 વિઘાનો કપાસનો પાક નર્મદાના પાણીમા ડુબ્યોનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જો કે નર્મદા વિભાગને જાણ કરી છતાં પાણી બંધ ન થતા ખેતરોમાં પાણી વધવા લાગતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોઓએ માંડ માંડ કપાસ ઉગાવ્યો હતો. ત્યાજ નર્મદાના પાણીમા ડુબી ગયો હતો. આથી વળતર માટે ખેડૂતોની માંગ ઉઠી છે.