Abtak Media Google News
પ્રમુખસ્વામી સભાગૃહમાં યોજયો સંયમદિન રૂપે યુવાદિન: હજારો યુવક-યુવતીઓએ પૂ. મહંત સ્વામી મહારાજની હાજરીમાં સંયમિત જીવન માટે કટિબઘ્ધ થયા: યુવાસભામાં જવાથી જીવન બદલાશે, તમારૂ વતન વાતો કરશે: મહંત સ્વામી મહારાજે યુવાનોને આશીવચન પાઠવ્યાં

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પ.પૂ.મહંતસ્વામી મહારાજની મંગલ ઉપસ્થિતિમાં તા.14 જૂનથી તા.10 જુલાઈ દરમિયાન રાજકોટ ખાતે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે વિવિઘ સાંસ્કૃતિક અને રસપ્રદ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ત્યાર  યુવાનો દ્વારા ‘સાવધાનીએજ સલામતી’મધ્યવર્તી વિચાર સાથે સંયમ દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

‘સંયમે અપિ શક્તિ: અસ્તિ’એટલે કે સંયમમાં પણ શક્તિ રહેલી છે. આજે વાયુવેગે બદલતી ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના જમાનામાં આજનું યુવાધન બેટિંગ અને ડેટિંગ એપમાં ફસાયું છે. ડ્રગ્સનાં નશાને કારણે યુવાનોની દશા બગડી છે. પાન મસાલા, દારૂ, સિગારેટ જેવા વ્યસનોને કારણે સમાજમાં દુષણ ફેલાયુ છે. આજનો યુવાન ફેશનના ટેન્શનમાં ગુચવાયેલો છે. જે યુવાનો પર દેશ પ્રગતિની આશા લઈને બેઠો છે તે સતત નિરાશા ફેરવી રહ્યો છે ત્યારે બી.એ.પી.એસ.સંસ્થાના નવયુવાનો વ્યસનમુક્ત, નિયમધર્મયુક્ત અને સંયમપૂર્વક જીવન જીવી રહ્યા છે.

t2 50

સંયમ દિનની શરૂઆત સંગીતજ્ઞ યુવાવૃંદ દ્વારા ધૂન પ્રાર્થનાં અને સ્તુતિ દ્વારા થઈ અને પારાયણ પૂજન બાદ ‘એક નિશાન અક્ષરધામ’શીર્ષક હેઠળ સંસ્થાના સદગુરુવર્ય વિદ્વાનવક્તા પૂજ્ય વિવેક્સગર સ્વામી દ્વારા પ્રેરણાત્મક પ્રવચનનો લાભ પ્રાપ્ત થયો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી જેમાં રસપ્રદ અને પ્રેરણાત્મક સંવાદ પ્રસ્તુત કરવામાં આવ્યો. જેમાંથી ઉપસ્થિત સૌ કોઈએ ‘ચારિત્ર્યવાન બનો, ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો’ની પ્રેરણા પ્રાપ્ત કરી. સભામાં ઉપસ્થિત વાલીઓએ પણ સંતાનોને ચારિત્ર્યવાન બનાવવા યુવાસભામાં મોકલવાની પ્રેરણા પ્રાપ્ત કરી.સભામાં હાજર સૌ યુવક યુવતીઓ પણ આજીવન માતા પિતાની સેવા કરવાના તથા સંસ્કારયુક્ત જીવન જીવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ થયા હતા.

3

અત્રે ઉલ્લેખનીય છે કે, બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થામાં 2073 જેટલા યુવક યુવતી કાર્યકર છે અને રાજકોટમાં પણ 300 કાર્યકરો દ્વારા45યુવકયુવતીમંડળોચાલીરહ્યાછે. દર રવિવારે યોજાતી રવિસભામાં પણ 800 થી વધુ યુવક યુવતીઓ યુવાસભાનો લાભ લે છે. રાજકોટ યુવા પ્રવૃત્તિમાં સિદ્ધાંતની સ્પષ્ટતા, ચારિત્ર્યના પાઠ શીખવતી યુવા શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે.યુવક યુવતીના જીવનમાં તાલીમ કેન્દ્ર, સંસ્કૃત અભ્યાસ દ્વારાસનાતન સંસ્કૃતિ પ્રત્યેની અસ્મિતા જાગૃત કરવામા આવે છે. આજના યુવાઓમાં સમજશક્તિ વધી છે પણ સહનશક્તિ નથી વધી; ત્યારે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા સદાચારી અને સંયમી યુવાપેઢીનું સર્જન કરી રહી છે અને આ યુવાપ્રવૃત્તિ યુવાનોમાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે.

2

સંયમ દિનના અંતભાગમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે આજના યુવક યુવતીને મુંઝવતા પ્રશ્નોનુંપ્રશ્નોતરી દ્વારા સમાધાન આપતા જણાવ્યું હતું કે, ‘માતા-પિતા અને યુવાનો વચ્ચે જનરેશન ગેપ નહી પરંતુ સમજણનો ગેપ છે. દરેકે માતા-પિતાને સન્માન અને આદર આપવો, કેમકે એમના થકી જ આપણે છીએ.’સાથે યુવાનોમાં આહનિકની દ્રઢતા માટે જણાવ્યું કે, ‘આહનિક ભગવાનની નજીક જવાનું ઉત્તમ સાધન છે.’

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.