ડોમેસ્ટિક ખેલાડીઓની આર્થિક સ્થિતિ અંગે અવાજ ઉઠાવતા પૂર્વ ક્રિકેટરો
ઘરઆંગણે ક્રિકેટ રમતા ક્રિકેટરોને વળતર વધારવાના મામલાની તરફેણ પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કરી છે.
ગાંગુલી સિવાય ઓફ સ્પિનર બોલર હરભજન સિંઘ ઉફે ભજજીએ પણ ડોમેસ્ટિક ક્રિકેટરોની આર્થિક હાલત અંગે સંબંધકર્તા લોકોને પત્ર પાઠવી ઘટતું કરવા માંગ કરી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે – ટીમ ક્રિકેટ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓને તગડું મહેનતાણું મળે છે. આ સિવાય તેઓ બ્રાંડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કરોડો ‚પિયાની વર્ષે દહાડે કમાણી કરે છે જેની સામે ડોમેસ્ટિક એટલે કે ઘર આંગણાના ક્રિકેટરોને નથી ફાઇવ સ્ટાર સુવિધા મળતી કે નથી પુરતું આર્થિક વળતર મળતું.આ સ્થિતિમાં તેમના માટે જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ પેદા થઇ છે. પરંતુ હવે તેમના માટે ગાંગુલી અને હરભજને ‘અવાજ’ ઉઠાવ્યો છે.