‘ભીખ’ માંગી ‘લુખાગીરી’ કરવી!!!
પાકિસ્તાન એફએટીએફમાં ‘બ્લેક લીસ્ટ’ થવાના આરે
પાકિસ્તાનના બે મોઢાની વાતનું જુઠ્ઠાણું વધુ એકવાર સામે આવ્યું છે. ફાયનાસીયલ એકશન ટાસ્ક ફોર્સ એફએટીએફની નારાજગીની તલવાર હજુ પાકિસ્તાન પર અટકે છે ત્યારે સતત પણે આતંકિયોને વી.આઇ.પી. ટ્રિટમેન્ટ આપવા વગોવાઇ રહ્યું છે. દાઉદ ઇબ્રાહિમ ખાલિસ્તાન આંતકવાદી રણજીત નિતોને પંપાડી રહ્યું છે.
આંતકરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની આ પ્રવૃતિ સામે છે. ટેક્ષ ફંડ મેળવનારને તે વી.આઇ.પી. ગણાવે છે. જે લોકોના નામ આતંકવાદીમાં છે તેમને વી.આઇ.પી.ટ્રીટમેન્ટ અને જમાઇની જેમ સાચવે છે. આ વી.આઇ.પી.ઓ. માં દાઉદ ઇબ્રાહિમ, રિયાઝ ભટકલ, સીદીબાપામાંથી ઘણા ભારતના વોન્ટેટ છે અને પાકિસ્તાને તેને ખોળામાં બેસાડી રાખ્યા છે.
ભારતે સતત તેને ઉધાડા પાળવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે છેલ્લા કેટલાંક અઠવાડીયાથી પાકિસ્તાન જુઠ્ઠાણુ ફેલાવી રહી છે. ગયા મહિને પાકિસ્તાને ૮૮ નેતાઓ અને આતંકી જુથો પર પ્રતિબંધ કડક બનાવ્યું છે. જેમાં હાફીઝ સઇદ, મોમસુદ, રહમાન જેવાઓની યાદી બહાર પાડી સરકારે તેમના બેંક ખાતાઓ અને મિલ્કતો જપ્ત કરવાના દેવા કર્યા હતા.
પાકિસ્તાન અત્યારે એફ.એ.ટી.એફ. ની નારાજગી બચવા ફાંફા મારી રહ્યું છે. અને બ્લેક લિસ્ટીંગથી ડરી રહ્યું છે. પાકિસ્તાને ૨૭ નિયમો પાળવાના રહેશે તો તેમનું નામ બચી શકે તેમ છે.