ગોંડલ ગઇકાલે ગુરૂવારના રોજ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા ધો-૧ર કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ગોંડલની ગંગોત્રી સ્કુલમાં અભ્યાસ કરતા ઉમરાણીયા ઋત્વિકે ૯૯..૯૯ પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અને અમીષા માંડણકા એ ૯૯.૯૪ પી.આર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યુ છે આમ ૯૯ પીઆર ઉપર ગંગોત્રી સ્કુલના ૧૩ વિઘાર્થીઓ છે. ૯૫ પીઆર ઉપર ગંગોત્રી સ્કુલના ૩૪ વિઘાર્થીઓ છે. જયારે ૯૦ પીઆર ઉપર ગંગોત્રી સ્કુલના ૪૪ વિઘાર્થીઓ છેે.
આવું જ ઉત્તમ પરિણામ તા. ૨૮/૫ ને સોમવારના રોજ જાહેર થયેલ ધો.૧૦ ના પરિણામમાં ગંગોત્રી સ્કુલે આપ્યું છે. જેમાં કુલ ૧૭ વિઘાર્થી ઓનેે એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરી પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. આ ઉપરાંત એ-ર ગ્રેડ મેળવતા ગંગોત્રી સ્કુલના ૩૧ વિઘાથીઓ છે.
આવું જ ઉત્તમ પરિણામ થોડા સમય પહેલા જાહેર થયેલ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ગંગોત્રી સ્કુલે આપ્યું છે. જેમાં ૯૦ પીઆર ઉપર સ્કુલના ર૧ વિઘાર્થીઓ આવેલ છે. તેમજ ૧૪ વિઘાર્થીઓ જીઇઇ એડવાન્સ માટે કવોલિયફાઇડ થયેલ છે.
ઉતરોતર આવા સુંદર પરિણામોની વણઝાર સર્જતા વિઘાર્થીઓએ જોશભેર આનંદ, ઉમંગથી પરિણામની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરુપે ગોડલના રાજમાર્ગો પર ઉત્તમ પરિણામ હાંસીલ કરનારા ગંગોત્રી સ્કુલના વિઘાર્થીઓનીની બગીમાં ઠાઠ માઠ સાથે સવારી નીકળી હતી. વિઘાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા ગોંડલ શહેરના રાજકીય આગેવાનો અને શહેરના અગ્રણીઓ અને સ્કુલના ચેરમેન સંદીપ પુષ્પગુચ્છ આપી તિલક કરી મો મીઠું કરાવી ગંગોત્રી સ્કુલના વિઘાર્થીઓને આવા ધમાકેદાર પરિણામના અભિનંદન પાઠવ્યા હતા.
સ્કુલના પરિણામે બિરદાવવા દરેક વિઘાર્થી ઉત્સાહમાં આવી ડી.કે. ના તાલ સાથે ઝુમી ઉઠયા હતા. આ તકે વિઘાર્થીઓના વાલીઓ પણ આવા શ્રેષ્ઠ પરિણામથી ખુબખ આંતદિત અને સંતુષ્ટ જણાતા હતા. વાલીઓએ ગંગોત્રી સ્કુલના ચેરમેન સંદીપસર અને પ્રિન્સીપાલ કિરણ મેડમને આવા ભવ્ય પરિણામની શુભેચ્છા પાઠવી હતી. ઘણા સમયથી ગોંડલની આસપાસના નાના નાના ગામડાઓને એક સારી સ્કુલની શોધ હતી. ત્યારે ગોંડલમાં ગંગોત્રી સ્કુલે આવા ઉત્તમ પરિણામોની હરમાળ સર્જતા દરેકને સારી સ્કુલનો વિકલ્પ મળી ગયો છે. જયાઁ વિઘાથીઓને માત્ર સ્વપ્ન દેખાડવામાં આવતા નથી પરંતુ તેને સાચા અર્થમાં સાકાર કરી બતાવાય છે.
ગંગોત્રી સ્કુલના ચેરમેન સંદીપસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વાલીઓનો અતૂટ વિશ્ર્વાસ અને વિઘાર્થીઓનો યોગ્ય પઘ્ધતિસરની મહેનતથી જ અમે બોર્ડ પરીક્ષામાં આવું ઉત્તમ પરિણામ આપી શકયા છીએુ. અને હવે જયારે નજીકના દિવસોમાં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહનું નીટનું પરિણામ આવનાર છે ત્યારે તેમાં પણ અમે આવું જ ઉત્તમ પરિણામ આપશું તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.