- અબતકની મુલાકાતમાં ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપ છોટાળા, રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી સહિતના આગેવાનોએ રક્તદાન કેમ્પની વિગતો આપી રક્તદાતાઓને સેવા યજ્ઞમાં જોડાવા કરી અપીલ
- શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે’
ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મૂલ્યનિષ્ઠ કેળવણી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે જીવન ના પાઠ ભણાવવા માટે જાણીતી ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના છઠ્ઠા સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અબતકની મુલાકાતે આવેલા ગંગોત્રીસ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપભાઈ છોટાળા, જીતેન્દ્રભાઈ કાતરીયા અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય ભાઈજસાણી અને યોગેશભાઈ વારીયાએ રવિવાર તારીખ 23 /6/2024 ના રોજ ગોંડલ ખાતે યોજાનારા મહારક્તદાન કેમ્પની વિગતો આપતા જણાવ્યું હતું કે ગંગોત્રીસ્કૂલ પરિવારની પરંપરા મુજબ દર વર્ષે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડેશન ડે નિમિત્તે સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેના ભાગરૂપે મહારક્તદાન કેમ્પની પરંપરા ઊભી થઈ છે દર વર્ષની આ વર્ષે પણ 23 6/24 રવિવારે સવારે આઠ વાગ્યાથી બપોરે એક સુધી ગંગોત્રી સ્કૂલ ગુંદાળા રોડ ગોંડલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતા ઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા અને સંસ્થા તરફથી આભાર ભેટ નો ઉપહાર આપવામાં આવશે.
મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા ગંગોત્રી સ્કૂલ પરિવાર સાથે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ,ગોંડલ અને જેતપુર ની અનેક સેવાભાવી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે આ બ્લડ ડોનેશન કેમ્પ માટે વિવિધ બ્લડ બેંકો ના સહયોગથી લોહી દર્દી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રક્તદાન કેમ્પમાં 500થી વધુ બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
દરેકે જાગૃત નાગરિક તરીકે દર ત્રણ ચાર મહિને કે છ મહિને સમયાંતરે અનુકૂળતા મુજબ સ્વૈચ્છિક રક્તદાન કરવું જોઈએ., તેમ જણાવી રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણીએ જણાવ્યું હતું કે મેં પોતે અત્યાર સુધીમાં 155 વાર રક્તદાન કર્યું છે, તેમણે જણાવેલ કે રક્તદાન કરવાથી રક્ત દાતાઓને કોઈએ નુકસાન થતું નથી રક્તદાનથી લોહીપાતળું થઈ જાય છે, હૃદય રોગ ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ રક્તદાન કરનાર થી દૂર રહે છે રવિવારે ગંગોત્રી ગ્રુપ દ્વારા આયોજિત રદ્દાન કેમ્પમાં સવારે 8:00 વાગે એક વાગ્યા સુધીમાં ગંગોત્રી સ્કૂલ ગુંદાળા રોડ ગોંડલ ખાતે રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે વધુ વિગતો માટે મુખ્ય આયોજક સંદીપભાઈ છોટાળા 9925106400 શ્રીમદ રાજચંદ્ર ગ્રુપના વિનયભાઈ જસાણી નો સંપર્ક કરવા જણાવ્યું છે.