જય વિરાણી, કેશોદ
આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન લેવી કેટલી આવશ્યક છે. સરકાર પણ ગામે-ગામે લોકોને વેક્સિન લેવાની અપીલ કરી રહી છે. લોકો રસી લેવા બાબતે જાગૃત પણ થયા છે. ગુજરાતમાં ઘણા એવા ગામડાઓ છે જ્યાં ગામવાસીઓને વેક્સિનના બંને ડોઝ આપીને સુરક્ષિત કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાનાં બધા જ લોકોને વેક્સિનેશનથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં રસી પ્રત્યેની જાગૃતતા જુનાગઢના માળીયા હાટીના તાલુકામાં પણ જોવા મળી છે. માળીયાના ગાંગેચા ગામના લોકોને વેક્સિનેશનથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. ગામમાં સતત 4 સુધી એચ.એસ પનારા વિધાલયમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. આ ગામના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ લોકોને વેક્સિન અપાવવામાં ખૂબ મહેનત કરી છે અને ત્યારબાદ ગામના તમામ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.