• વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે
  • પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 17મો હપ્તો કર્યો  જાહેર
  • 9 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડની આપી ભેટ

નેશનલ ન્યૂઝ : વારાણસીમાં કિસાન સન્માન સંમેલનમાં વડાપ્રધાનએ સંબોધન  કરતાં જણાવ્યુ હતું કે  લોકસભા ચુંટણીમાં ૩૧ કરોડ થી વધારે મહિલાઓએ મતદાન કર્યું તે ભારતના લોકતંત્રની તાકાત છે અને તે દુનિયાને આકર્ષિત અને પ્રભાવિત કરે છે.પ્રધાનમંત્રીએ વારાણસીની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો . આ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડની ભેટ આપી .

વધુમાં લોકોનો આભાર માનતા કહ્યું કે તમારો વિશ્વાસ મારી પૂંજી છે.  કાશીના લોકોએ મને પોતાનો પ્રતિનિધિ બનાવ્યો છે . વધુમાં કહ્યું કે હું કાશીનો જ થઈને રહી ગયો છું .

પીએમ મોદીએ યોજનાઓની વાત કરતાં કહ્યું કે દેશમાં દરેક યોજના દેશના સામાન્ય નાગરિક સુધી પહોચી છે વધુમાં કહ્યું કે જ્યારે  સેવાની ભાવના હોય ત્યારે ઝડપથી કામ થાય છે અને તે અમે કરી બતાવ્યુ છે . કૃષિ ક્ષેત્ર તથા અર્થ વ્યવસ્થા અંગે વાત કરતાં જણાવ્યુ કે ૨૧ મી સદીના ભારતને ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનાવવામાં કૃષિ વ્યવસ્થાની મોટી ભૂમિકા છે .વધુમાં માતા બહેનો વિના કૃષિની કલ્પના અસંભવ ગણાવી હતી .

માં ગંગા વિષે જણાવ્યુ હતું કે માં ગંગાએ મને ગોદમાં લીધો છે . મને પોતાનો  પુત્ર બનાવી દીધો છે .

બનારસના વિકાસ કામો અંગે પ્રધાન મંત્રીએ કહ્યું કે પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનાથી બનારસમાં ૪૦ હજાર લોકોના ઘરનું રજીસ્ટ્રેશન થયું હતું જેમાં ૨૧૦૦ થી વધુ ઘરમાં સોલર પેનલ લાગી છે અને  આગામી સમયમાં ૩૦૦૦ થી વધુ ઘરોમાં સોલર પેનલ લાગશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.