માસુમ બાળક ધૈર્યરાજસિંહના ઈલાજ માટે રાજકોટના ગંગોત્રી ગ્રુપે રૂા.37 લાખ તથા મોરબી રાજપૂત કરણી સેનએ રૂા.45 લાખ એકઠા કરી કુલ રૂા.82 લાખ તેના પરિવારને અર્પણ કર્યા.
ગોધરાના કાનેસર ગામના રાજદીપસિંહ રાઠોડના 3 માસના માસુમ બાળક ધૈર્યરાજને એસએમએ-1 નામની ગંભીર બીમારીના ઈલાજ માટે 16 કરોડ જેવી માતબર રકમની જરૂરિયાત ઉભી થતા સમગ્ર ગુજરાત તથા દેશભરમાંથી સ્વૈચ્છીક સંસ્થાઓએ ફંડ ભેગુ કરવાની ઝુંબેશ ઉપાડી હતી. જેમાં રાજકોટની સેવાભાવી સંસ્થાના આગેવાનો વિજયસિંહ જાડેજા (ન્યૂ સહિયર ગ્રુપ), કૃષ્ણસિંહ જાડેજા (સૌરાષ્ટ્ર અધ્યક્ષ રાજપૂત કરણી સેના), રાજવીરસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ઝાલા તથા કુલદીપસિંહ ઝાલા (જડેશ્વર -કોઠારીયા )એ રૂા.37 લાખ જેટલી રકમ એકઠી કરી ધૈર્યરાજના પરિવારને અર્પણ કરી હતી. તદુપરાંત રાજપૂત કરણી સેના, મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા તથા ટીમે રૂા.45.5 લાખ એકઠા કરી અમદાવાદ ખાતે રાજપૂત કરણી સેના તથા મહાકાલ સેનાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધૈર્યરાજસિંહના પિતા રાજદિપસિંહ રાઠોડને બંને સંગઠનો એ સાથે મળીને રૂા.82.5 લાખ અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેના ના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા ,પ્રદેશ મંત્રી લક્કીરાજસિંહ ઝાલા અમદાવાદ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ તથા મહાકાલ સેનના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, મહામંત્રી ભૃગવેન્દ્રસિંહ થતા મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના તથા મહાકાલ સેનાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.