પ્રભાસ ક્ષેત્રમાં જ્યા હિરણ-કપિલા-સરસ્વતી નદિઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે, આ પવિત્ર ત્રિવેણી સંગમનો શાસ્ત્રોક્ત મહિમા પણ અનેરો છે, જ્યાં ગંગા દશેરાની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
પ્રસંગને લઇ સમગ્ર ઘાટને પૂષ્પો-રંગોળી,તોરણો, ધ્વજાઓ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવેલ. યાત્રીકો, સ્થાનીક લોકો તીર્થપુરોહિતો સહિત સૌ ધાર્મિક આયોજન માં બહોળી સંખ્યામાં જોડાયા હતા.
પ્રથમ ગંગા પુજન ત્રિવણી સંગમ ખાતે વિવિધિ પૂષ્પો-દ્રવ્યો વગેરેથી કરવામાં આવેલ, ત્યાર બાદ સૌ ભક્તોએ સ્વહસ્તે આરતી ઉતારી કૃતકૃત્ય થયા હતા.
આ પ્રસંગે પ્ર.પાટણ ગુરૂકુળના માધવચરણ દાસજી સ્વામી, લખમભાઇ ભેસલા, પ્રભુદાસભાઇ ગોહેલ, તુલશીભાઇ ગોહેલ, ઝવેરીભાઇ ઠકરાર, જગમાલભાઇ વાળા, અજીતસિહ વશિષ્ઠ, ડી.કે.નિમાવત, જીતેન્દ્રભાઇ મહેતા, ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર બિપીનભાઇ સંઘવી સહિત વિવિધ સમાજોના અગ્રણીઓ તથા મહાનુભાવોએ જોડાઇ ધન્ય બનેલ હતા. આ આયોજનને સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com