6 માસ સુધી હવસનો શિકાર બનાવનાર 3 હેવાનોની ધરપકડ કરતી પોલીસ
જૂનાગઢમાં એક હૃદય હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ થતાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે ત્રણ નરાધમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢમાં એક સગીર યુવતી પર છ માસ સુધી અનેકવાર સામુહિક બળાત્કાર કરનારા 3 નરાધમોની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીમાં 25 થી 31 વર્ષની ઉંમરના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભોગ બનનાર બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે વડાલ અને માખીયાળાના 3 હેવાનોની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર 6 મહિનાથી યસ દુધાત્રા અને તેના બે મિત્રો માખિયાળાનો કેયુર વાગડિયા અને વડાલ ગામનો દિવ્યેશ ગજેરા કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ આચરતા હતા. દરમિયાન બાળકીએ સમગ્ર મામલે પિતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરે સફળતા મળી ગઈ.
પિતાને હકીકત જણાવ્યા બાદ થઈ પોલીસ ફરિયાદ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, સૌપ્રથમ યસ દુધાત્રાએ બાળકીને રાતના સમયે ઘરની પાછળ અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. ત્યારબાદ યસના બે મિત્ર કેયુર અને દિવ્યેશે બાળકીને અલગ-અલગ પ્રકારથી ધમકીઓ આપીને હવસ સંતોષી હતી. દરમિયાન કિશોરીએ સ્કૂલ જવાનું બંધ કરી દેતા પિતા તેને જવા માટે કહેતા હતા. પરંતુ તે એક વાત કહેતી કે મારવી હોય તો મારી નાખો પરંતુ સ્કૂલ તો નહીં જાઉં. એક દિવસ પિતાએ કારણ પૂછતા દીકરીએ સમગ્ર હકીકત જણાવી અને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ.
પોલીસે ત્રણેયને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દીકરીએ પિતાને જણાવ્યા અનુસાર ત્રણેય નરાધમો અનેક વખત દુષ્કર્મ આચર્યું. સ્કૂલે આવતા-જતા કે રિસેસમાં ગમે ત્યારે રોકતા અને હથિયાર બતાવીને પીંખી નાખતા. પિતાને સમગ્ર વાતની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પોકસો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
‘મારવી હોય તો મારી નાખો પરંતુ સ્કૂલ તો નહીં જાઉં’ સગીરાના રટણ બાદ ઘટના પરથી પડદો ઊંચકાયો !!
પિતાને હકીકત જણાવ્યા બાદ થઈ પોલીસ ફરિયાદ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, સૌપ્રથમ યસ દુધાત્રાએ બાળકીને રાતના સમયે ઘરની પાછળ અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. ત્યારબાદ યસના બે મિત્ર કેયુર અને દિવ્યેશે બાળકીને અલગ-અલગ પ્રકારથી ધમકીઓ આપીને હવસ સંતોષી હતી. દરમિયાન કિશોરીએ સ્કૂલ જવાનું બંધ કરી દેતા પિતા તેને જવા માટે કહેતા હતા. પરંતુ તે એક વાત કહેતી કે મારવી હોય તો મારી નાખો પરંતુ સ્કૂલ તો નહીં જાઉં. એક દિવસ પિતાએ કારણ પૂછતા દીકરીએ સમગ્ર હકીકત જણાવી અને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
વડાલ અને માખીયાળાના 3 હેવાનો જેલના સળિયા પાછળ ધકેલાયા
સગીરાએ વર્ણવેલી આપવીતી બાદ તાત્કાલિક એક્શન મોડમાં આવીને પોલીસે 3 હેવાનોની ધરપકડ કરી હતી. આરોપીમાં 25 થી 31 વર્ષની ઉંમરના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભોગ બનનાર બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે વડાલ અને માખીયાળાના 3 હેવાનોની ધરપકડ કરી છે. આ ત્રણ હેવાનોમાં યસ દુધાત્રા અને તેના બે મિત્રો માખિયાળાનો કેયુર વાગડિયા અને વડાલ ગામનો દિવ્યેશ ગજેરા કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ આચરતા હતા તેવી હકીકત સામે આવી છે.