મોડી રાત્રે ત્રણ કારખાનાને નિશાન બનાવી અને એકમાંથી હાથ ફેરો કર્યો ,સીસીટીવી ફૂટેજમાં ચાર શખ્સો કેદ

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એસીપી બી.વી.જાદવ અને થોરાળા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તસ્કરોનું પગેરૂ દબાવ્યું

શહેરમાં કથ્થડેલો કાયદો અને વ્યવસ્થાથી ચોરી લૂંટ હત્યા અને મારા મારી જેવા બનાવો માં શેર બજારના સેન્સેક્સના ગ્રાફની જેમ ઊંચકાઈ રહ્યો છે.જેમાં  આજીડેમ જીઆઇડીસી વિસ્તારમાં મોડી રાત્રે ત્રાટકી ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી ત્રણ કારખાનાને નિશાન બનાવ્યા હતા જેમાં કામાણી ફાઉન્ડ્રી નામની ફેકટરી ઓફિસમાં તાળા તોડી રૂ.10 લાખની રોકડની ચોરી કરી ગયાની ઘટના પ્રકાશના  આવી છે. આ બનાવ જાણ  થોરાળા પોલીસ મથક અને  કંટ્રોલ થતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં ચાર શખ્સો દેખાતા પગેરું દબાવ્યું છે.

પોલીસ માંથી વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને આજે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કામાની ફાઉન્ડરી નામના કારખાનામાં તસ્કરો ત્રાટકી રૂપિયા દસ લાખ ને ચોરી થયાની થોરાળા પોલીસ મથકને જાણ કરી હતી.હા બનાવની જાન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એસીપી બી.વી.જાદવ,ક્રાઈમ બ્રાન્ચ , એસ.ઓ.જી. અને થોરાળા પોલીસ મથકનો  કાફલો ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી ગયા હતા.પોલીસ દ્વારા આજી જીઆઇડીસી વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતા  મોડી રાતે ત્રણ કલાકે ત્રાટકી હતી અને ત્રણ  કારખાનાને નિશાન બનાવ્યાં હતાજેમાં કામાણી ફાઉન્ડ્રી  કારખાનામાં  પ્લાસ્ટિક ટ્રેડિંગનું લે વેચ કરે છે.તેના વેપારના આશરે રૂપિયા દસ લાખ રોકડ હોવાનો જણાવ્યું હતું. ચોરીની ઘટનાને પગલે પોલીસ કમિશનર અધિકારીઓ દોડી  જઇ નિરીક્ષણ કરી તસ્કરોની એમ.ઓ અને સીસીટીવી પરથી ચડ્ડી બનયાનધારી  ગેંગ હોવાનું ખૂલતા ટીમો બનાવી તસ્કરોનું દબાવ્યું તેમજ એક સપ્તાહ પૂર્વે સામાકાંઠે ઇમિટેશન માર્કેટમાં ચાર દુકાનના તાળા તોડી રૂ.9.50 લાખની ચોરીનો ભેદ નથી ઉકેલાયો નથી ત્યારે વધુ એક સ્થળે તસ્કરોએ ખાતર પાડતા પોલીસની ઉંઘ ઉડી ગઈ છે.

એક સપ્તાહ પૂર્વે ચડ્ડી-બનિયાન ગેંગે કરેલી ચોરીનો હજુ ભેદ ઉકેલાયો નથી ત્યાં આજી જીઆઈડીસીમાં બીજી ઘટના

રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલ ડેનિશા સેલ્સ, મિતલ ઇમિટેશન અને ગણપતિ ઇમિટેશન નામની ત્રણ પેઢીમાં આશરે એક સપ્તાહ પૂર્વે ચોરી થઈ હતી. બનાવને સંદર્ભે ડીસીપી ઝોન 1 સજ્જનસિહ પરમાર, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા સ્થળ વિઝિટ કરતાં એવું જાણવા મળ્યું હતું કે બાજુમાં નવી બિલ્ડિંગ બની રહી છે સંભવત: ત્યાંથી પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ બારીના સળિયા તોડી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે વિપુલભાઈ મૂળજીભાઈ તળપદાની ડેનિશા સેલ્સ નામની ઓફિસમાંથી તસ્કરો 7 લાખ, મિતલ ઇમિટેશનમાથી દોઢ લાખ અને ગણપતિ ઇમિટેશનમાથી એક લાખની ચોરી કરી ગયાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવી ચેક કરતાં ત્રણ શકમંદો કેમેરામાં કેદ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી આ ગુનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક બનાવ આજી જીઆઈડીસીમાં સામે આવ્યો છે.

સીસીટીવી, હ્યુમન રિસોર્સના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન

શહેરના આજી જીઆઈડીસી સ્થિત કમાણી ફાઉન્ડ્રી નામના કારખાનામાં મોડી રાત્રે ચાર જેટલાં ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો બારી તોડીને પ્રવેશ્યા હતા અને આશરે રૂ. 10 લાખની રોકડની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ત્યારે આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. હવે થોરાળા પોલીસે વિવિધ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન રિસોર્સના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.