એસ.ઓ.જી ટીમે રૂ.2.38 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સોને પકડ્યા’તા
રાજકોટ શહેર એસ.ઓ.જી પોલીસને સતત બીજા દિવસે કેફી પદાર્થ પકડી લેવામાં સફળતા મળી હતી. પોલીસે રાજકોટમાં આશાબાપીરની દરગાહ પાસે ભગવતીપરા શેરી.5માં જાહેર શૌચાલય પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટના એક અને મધ્યપ્રદેશના ત્રણ સહિત 4 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આ ચારેય શખ્સ પાસેથી રૂ. 2.38 લાખના મેફેડ્રોન ડ્રગ્સના મળી કુલ રૂ.2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.હાલ પોલીસે આ ચારેય શખ્સોને બે દિવસ ના રિમાન્ડ પર લઈ વધુ પૂછતાછ હાથ ધરી છે.
વિગતો મુજબ એસ.ઓ.જીના ઇન્ચાર્જ પીઆઇ વાય બી જાડેજા ની સુચનાથી એસ ઓ જી ની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી આધારે આશાબાપીરની દરગાહ પાસે ભગવતીપરા શેરી.5માં જાહેર શૌચાલય પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના 23.8 ગ્રામના જથ્થા સાથે રાજકોટના ટીપુ સુલતાન રફીક શેખ, મધ્યપ્રદેશના જાવેદખાન હમીદખાન પઠાણ, ફારૂક ફીરોજખાન પઠાણ અને આમીરખાન ઇલ્યાસખાનનો નામના શખ્સોની ધરપકડ કરી હતી પોલીસે આ શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ અને મોબાઈલ મળી કુલ રૂ.2.58 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ચારેય શખ્સોને બે દિવસના ડિમાન્ડ પર લઈ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથધરી છે.