એલસીબીએ રૂા.55,200નો મુદ્દામાલ 17 શખ્સોને દબોચી લીધા
પાટડી તથા લખતર તાલુકાના અમુક ગામના આરોપીઓ દ્વારા સંગઠીત થઇ ખુન, ખુનની કોશીષ, ગેંગરેપ, લુંટ, ધાડ, ખંડણી, અપહરણ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ જીવલેણ હુમલો, આર્મ્સ એકટ, પ્રોહીબીશન ભંગ, હાઇવે ચોરી, વાહનચોરી સહિતના અસંખ્ય ગુન્હાઓ આચરેલ હોય, પોલીસ વિભાગ દ્વારા આરોપીઓને અનેક ગુન્હા કામે અટક કરી નામ કોર્ટ હવાલે કરવામાં આવેલ. પરંતુ મજકુર આરોપીઓ નામ કોર્ટથી ગુન્હા કામે જામીનમુકત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃતિ શરૂ રાખતા હોય, જેથી સંગઠિત ગુન્હા આચરતી ટોળકીના તમામ આરોપીઓ વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી હાથ ધરી તેઓની આવી અસામાજીક પ્રવૃતિને કાયમી ધોરણે નેસ્ત નાબુદ કરવા અંગે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓ દ્વારા સને-2020માં આ ગેંગના કુલ-20 આરોપીઓ વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં ગુજસીટોક એકટ-2015 હેઠળ એફ.આઇ.આર નોંધી કુલ-17 આરોપીઓને અટક કરવામાં આવી છે. જે તમામ આરોપીઓ હાલે નામ કોર્ટની જયુડીશ્યલ કસ્ટડીમાં છે.
તેમ છતા પણ આ ગેંગ સાથે સંકળાયેલ અમુક ઇસમો દ્વારા હાઇવે ચોરીના અસંખ્ય ગુન્હાઓ તથા ગુજસીટોકના ગુન્હામાં નાસતો ફરતા આરોપી હનીફખાન કાળો મુન્નો અમીરખાન જત મલૈક રહે.ગેડીયા તા.ચોટીલા વાળા સાથે મળી અન્ય જીલ્લાની હદમાં હાઇવે ચોરીને અંજામ આપી તેનો મુદામાલ ગેડીયા તથા આજુબાજુના ગામોમાં તથા સીમ વિસ્તારમાં છુપાવી રાખતા હોય જેથી તે અંગે હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સથી ચોકકસ હકીકત મેળવી ચોર મુદામાલ શોધી કાઢવા અંગે એલ.સી.બી. ટીમ દ્વારા માલવણ ગેડીયા ઇંગરોડી સેડલા, ખેરવા, સોખડા વિગેરે વિસ્તારમાં સખત પેટ્રોલીંગ ફરી, ફળદાયક હકીકત મેળવવા તજવીજ કરવામાં આવેલ, તે દરમ્યાન એલ.સી.બી. ટીમને ચોકકસ હકકીત મળેલ કે હાઇવે ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક રહે.ગેડીયા તા.પાટડી વાળી ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલ સાથે પાટડી તાલુકાના રામગ્રી ગામની ધવલી પાટી તરીકે ઓળખાતી સીમમા વોકળામાં છુપાયેલ છે.
જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે હકીકતવાળી જગ્યાએ છાપો મારતા વોકળામાંથી લાઇફબોય સાબુના બોક્ષ નંગ-12 સાબુ નંગ-840 કિ.રૂ.25,200/ તથા એક કાળા કલરનું બજાજ કંપનીનું નંબર પ્લેટ વગરનુ પલ્સર મો.સા. કિ.રૂ.30,000/- મળી કુલ રૂ.55,200/- ની મુદામાલ સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ મજકુર આરોપીની તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી તમામ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી સારૂ બજાણા પો.સ્ટે. ખાતે મુદામાલ સોંપી આપેલ છે.