ગુંદાવાડી અને રવિવાર સહિતની બજારમાંથી આઠ બાઈક અને પાંચ સાયકલ ચોર્યાની કબુલાત: બેલડીએ બે બાળ આરોપી સાથે મળી 1 માસમાં ચોરીને અંજામ આપ્યો: 1.39 લાખનો મુદામાલ કબ્જે
શહેરના ઢેબર રોડ અંબા-ખોડીયારમાંના મંદિર પાસેથી બાઈક અને સાયકલ ઉઠાવતી ગેંગની બેલડી અને બે બાળ આરોપીને ભકિતનગર પોલીસે ઝડપી લઈ આઠ બાઈક અને પાંચ સાયકલની ચોરીનો ભેદ ઉકેલી રૂ.1.39 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ભકિતનગર પોલીસ મથકના પી.આઈ. જે.ડી. ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
વાંકાનેર તાલુકાના ગારીયા ગામનો વતની અને હાલ આજીડેમ પેટ્રોલપંપની પાછળ રહેતો કરશન રામ જખાણીયા, રાજકોટ તાલુકાના નાકરાવાડી સોખડા ગામનો વતનીઅને એસ્ટ્રોન ચોક વિકાસ મેડીકલની સામે ફૂટપાટ અને બે બાળ આરોપી ઢેબર રોડઅંબા ખોડીયાર માં ના મંદિર પાસે ચોરાઉ બાઈક સાથે ઉભા હોવાની કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળા અને અરવિંદભાઈ ફતેપરાને મળેલી બાતમીનાં આધારે પી.એસ.આઈ. એમ.જે. રૂણ સહિતના સ્ટાફે વોચ ગોઠવેલી હતી.
બંને શખ્સો અને બાળ આરોપીને અટકાવી બાઈકના નંબર પોકેટ એપ મારફતે ચેક રતા ચોરાઉ હોવાનું ખૂલતા ઝડપાયેલા શખ્સોની આકરી પૂછપરછમાં આઠ બાઈક અને પાંચ સાયકલની ચોરી કરી હોવાની કબુલાત આપતા રૂ.1.39 લાખનોમુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સો ગુંદાવાડી, રવિવારી, બુધવારી, મંગળવારી, સહિતની બજારમાં ખણીદી કરવા આવતા લોકોએ પાર્ક કરેલા વાહન થોડે સુધી દોરી જઈ ડાયરેકટ કરી ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તમામ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.