જયદેવ જયદેવ જય મંગલ મૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ…

મહારાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રમાણે દુદાળાદેવની સ્થાપના કરી ઓરકેસ્ટ્રા સંધ્યા, નવા જૂના હિન્દી ફિલ્મી ગીતો, સાંસ્કૃતિ કાર્યક્રમો, ચિત્ર સ્પર્ધા, રંગ સ્પર્ધા જેવી સ્પર્ધાનું પણ ભવ્ય આયોજન

રાજકોટમાં અત્યારે ઠેર ઠેર ગણેશોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઈ.સ. ૧૯૩૦થી મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ ભગવાનની સ્થાપના કરવામા આવે છે. રાજકોટમાં સૌથી પહેલા શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ શાસ્ત્રોકત પૂજા વિધિ સાથે ગણેશ સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ બાપાની પૂજા અર્ચના મહાઆરતી સાથોસાથ અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસરે બહોળી સંખ્યામાં લોકો બાપાના દર્શનાથે આવે છે.

ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930
ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930
ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930
ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930

અમે ૧૯૩૦થી રાજકોટમાં ગણેશોત્સવ મનાવીએ છીએ: એલ.ડી. વાઘમારે

ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930
ganeshotsava-is-celebrated-by-maharashtra-mganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930

અબતક સાથેની વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર મંડળના સચિવ એલ.ડી વાઘમારેએ જણાવ્યું હતુ કે મહારાષ્ટ્ર મંડળની સ્થાપના આજથી ૮૫ વર્ષ પહેલા એટલે કે ૧૯૩૦માં કરવામાં આવી છે. અને ત્યારથી અમે ગણેશ ભગવાનની સ્થાપના કરીએ છીએ રાજકોટમાં જૂનામાં જૂના આ ગણપતિ છે. ત્યારબાદ એસઆરપીનાં ગણપતિ હતા શરૂઆતમાં બેજ ગણપતિની સ્થાપના થતી હતી ત્યારબાદ રાજકોટમાં અનેક વિસ્તારોમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ ગણેશમય બની ગયું છે. અમે એક મહિલા અગાઉથી તૈયારી કરતા હતા. અમે મારીની ગણેશભગવાનની મૂર્તિ લાવીએ છીએ કારણ કે તેનાથી પર્યાવરણને નુકશાન થતુ નથી જો પીઓપીની મૂર્તિ લાવીએ તો પાણીમાં ઓગળતી નથી જેથી પર્યાવરણને નુકશાન થઈ શકે જયારે માટીની મૂર્તિ હોવાથી પાણીમાં ઓગળી જાય તેથી અમે માટીની મૂર્તિ જ લાવીએ છીએ અમારા મહારાષ્ટ્રમાં ૧૯૩૦મા લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપનાની શરૂઆત કરી હતી. ત્યારે આપણે સ્વતંત્ર ન હતા આપણને બધાને સાથે ન થવા દેતા હતા તેથી લોક માન્ય તિલકે ગણેશોત્સવ શરૂ કર્યો અને ત્યારથી જ આ પ્રથા શરૂ થઈ છે. દરરોજ રાત્રે આઠ વાગ્યે આરતી કરવામાં આવે છે. સાથો સાથ દરરોજ અનેક વિધ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. જેવા કે સુંદર કાંડના પાઠ કર્યા હતા. આજે કરાઓકેનો પ્રોગ્રામ છે.તથા વકતૃત્વ સ્પર્ધા નવા જૂના હિન્દી ફિલ્મી ગીતોની મ્યુઝીકલ ધમાલ, અંતાક્ષરી સ્પર્ધા સહિતના પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. બાપાની આરતીમાં દરરોજ અંદાજે ૨૦૦ થી ૩૦૦ લોકો દર્શન કરવા આવે છે.

ગણેશોત્સવની ઉજવણી મરાઠી સંસ્કૃતિ પ્રમાણે કરીએ છીએ: રત્ના અશાકે ડોલે

ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930
ganeshotsava-is-celebrated-by-maharashtra-mandal-since-1930

અબતક સાથેની વાતચીત દરમિયાન રત્ના અશોક ડોલે એ જણાવ્યું હતુ કે અમે ૧૯૩૦થી ગણેશ ભગવાનની સ્થાપની કરીએ છીએ અમોને અનેરો ઉત્સાહ આનંદ હોય છે. અમે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં હતા ત્યારે અત્યારે ગુજરાતમાં છીએ. ત્યારે મહારાષ્ટ્રીયનનો ઉત્સવ અહિયા ઉજવવામાં આવે તેથી આનંદ તો થાય છે. અમે મરાઠી સાંસ્કૃતિ પ્રમાણે ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ જેમાં રંગોળી કરીએ શાસ્ત્ર પ્રમાણે ચોકસાઈ પૂર્વક ધાર્મિક રીતે પૂજા વિધિ કરીએ છીએ દરરોજ ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.