જ્યારે આવે વાત ગણેશ ચતુર્થીની,
તો સોડમ લાવે તે ઘરે-ઘરે એક વાનગીની,
દરેક ઘરમાં બને તે અવનવી રીત સાથે,
કોઈ બનાવે તેને પરંપરાથી,
કોઈ બનાવે તેને આધુનિકતાથી,
એવો આ પ્રસાદ મોદકનો
પૂછાય એક બીજાને અનેક સવાલો,
આ પ્રસાદ કેવી રીતે બનાવાય સરળતાથી?
ક્યાં એવા ઘટકો બને,
જેનાથી પ્રસાદ આ અનોખો,
એવો આ પ્રસાદ મોદકનો
ક્યાક હોય સ્પર્ધા આને ખાવાની તો,
ક્યાક હોય લાંબી કતારો આને ખરીદવાની,
કોઈ બને માવાનો તો કોઈ બુંદીનો,
કોઈ માં હોય મિશ્રણ ટોપરાનું તો કોઈ માં કિસમિસનું,
ક્યાક સર્જાય રેકોર્ડ નાના અને મોટાનો,
એવો આ પ્રસાદ મોદકનો
દરરોજ પ્રસાદમાં ધરાવાય ગણેશજીને,
બાળકો અને વડીલો સૌના પ્રિય,
ગુજરાતીઓ કહે તેને લાડવાં,
મરાઠીઓ કહે તેને મોદક,
એવા ગણેશજીના આ પ્રિય મોદક.
કવિ : દેવ. એસ.મહેતા