Abtak Media Google News

આજે દેશમાં ઘણા ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે. 7 મી સપ્ટેમ્બર 2024ના રોજ એટલે કે આજે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમજ એવું કહેવાય છે કે ભારતમાં દેવી-દેવતાઓને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ સાથે  હિન્દુ ધર્મમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

ગણેશની પૂજા માત્ર ભારતમાં જ નહીં,પરંતુ વિદેશોમાં પણ કરવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં તેમની ચલણી નોટો પર ભગવાન ગણેશની તસવીર છે. આ ઉપરાંત નવાઈની વાત એ છે કે ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે.

ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણેશની તસવીર છે:

ઈન્ડોનેશિયાનું ચલણ ભારતીય ચલણ જેવું જ છે. અહીં પણ લોકો તેનો ઉપયોગ સામાન અથવા કોઈપણ વસ્તુ ખરીદવા માટે કરે છે. ભારતીયનું ચલણ રૂપિયા છે અને ઇન્ડોનેશિયનનું ચલણ રૂપિયા છે. તેમજ ઈન્ડોનેશિયામાં માત્ર 3 % હિંદુ છે અને બાકીના 87.5 % મુસ્લિમ છે. આ સાથે ઇન્ડોનેશિયાની 20 હજાર રૂપિયાની નોટ પર ગણેશજીની તસવીર છપાયેલી છે. આ નોટ ઇન્ડોનેશિયાની સરકારે વર્ષ 1998માં બહાર પાડી હતી.

ganeshji photo

ઈન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીનો ફોટો લગાવવા પાછળનું કારણ શું છે?

ઈન્ડોનેશિયાના ચલણના 20 હજાર રૂપિયાને ધ્યાનથી જોશો તો ગણેશજીના ફોટાની સાથે ક્લાસરામનો ફોટો પણ છે. આ સિવાય આ નોટ પર ઈન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણ મંત્રી હજર દેવંત્રાનો ફોટો છે. તેમજ હજર દેવાંત્રાને ઈન્ડોનેશિયામાં આઝાદીનો હીરો માનવામાં આવે છે. આ સાથે જ ભગવાન ગણેશને શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. તેમજ એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાના લોકો માને છે કે દેશની મજબૂત અર્થવ્યવસ્થાનું કારણ ભગવાન ગણેશ છે. આ સાથે હાલમાં આ નોટ ઈન્ડોનેશિયામાં ઉપયોગમાં લેવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.