સાબરકાંઠા – હિતેશ રાવલ
અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાઈ ગયું છે. ઠેરઠેર ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ગણપતિને અલગ-અલગ 12 નામથી ઓળખાઈ છે. ત્યારે આજે આપણે એક એવા ગણપતિ વિશે જાણીએ જેને ઉંદરિયા ગણપતિ તરીકે ઓળખામા આવે છે. આ ગણપતિની માનતા રાખવાથી ઘરમાંથી ઉંદર ગાયબ થઈ જાય છે
આવું જ એક ગણપતિ દાદાનું મંદિર સાબરકાંઠાના ઈડર શહેરમાં ખરાદી બજારમાં ડેભોલ નદીના કિનારે આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ પણ અનોખો છે. વર્ષો પહેલા આ ડેભોલ નદીમાં 5 મૂર્તિઓ પાણીમા તણાઈને આવી હતી. ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોએ આ મૂર્તિઓને અહીં સ્થાપિત કરી હતી. સમય જતા ખબર પડી કે આ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની મૂર્તિઓ છે ત્યારથી અહીં ભક્તોની દિવસે દિવસે ભીડ દર્શન કરવા આવવા લાગ્યા. આજે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયા છે.
જ્યારે નદીના પાણીમાં આ મૂર્તિઓ તણાઈને આવી ત્યારે એક શિલાલેખ પણ તણાઈને આવ્યો હતો. તેને જોતાં જ રાજાશાહી વખતની મૂર્તિઓ હશે તેવું તેના લેખ પરથી જાણવા મળતું હતું. આ દુંદાળાદેવની કૃપા પણ અનોખી છે કોઈ વ્યક્તિના ઘર કે દુકાન અથવા ઓફીસમાં ઉંદરનો ત્રાસ હોય તો અહીં ગણપતિની માનતા રાખવામા આવે છે ત્યારબાદ આપોઆપ ઉંદર જતા રહે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ગણેશ ઉત્સવ માનવવામા આવી રહ્યો છે. અહીં દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીં આવે છે. અહીં રોજ સવાર-સાંજ ભગવાનની આરતી પૂજા કરવામા આવે છે. ખૂબ ભક્તિ ભાવથી લોકો આરતીનો લાભ લેવા અહીં આવે છે અહીં ઢોલના તાલે દાદાની આરતી ઉતારવામા આવે છે.
આ ગજાનંદના મંદિરની એક વિશેષતા પણ છે કે અહીં પહેલા બાળકોને પ્રસાદી આપવામા આવે છે ત્યારબાદ મહિલાઓને અને છેલ્લે પુરુષોને પ્રસાદનું વિતરણ કરવામા આવે છે. ઘરમા ઉંદરનો ત્રાસ વધે તો માનતા રાખવાથી ઉંદર જતા રહે છે અત્યારે ભક્તો ઉંદરિયા ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.