જંગલ થીમ પર આધારીત પંડાલ સીસીટીવીથી સજજ: મહાઆરતી, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણની કથા જેવા વિવિધ કાર્યક્રમ

રંગીલા રાજકોટમાં ગણેશોત્સવની ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે. ઈન્દિરા સર્કલ પાસે આવેલા પ્રિન્સ યુવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુંં છે. સિંહની સવારી કરતા ભગવાન ગણેશ ખૂબજ આહલાદક લાગી રહ્યા છે. આ ગણેશ પંડાલમા જંગલ થીમ ઉભી કરાઈ છે. આ સાથે સ્વચ્છતા અભિયાન, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણની કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સમગ્ર ડોમને સીસીટીવીથી સજજ કરી દેવાયો છે. આ સાથે પંડાલમાં થતો કાર્યક્રમ પણ મોટા પડદા પર બતાવવામાં આવી રહ્યો છે. આ સાથે એલઈડી દ્વારા પંડાલની બહાર ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ મૂકવામાં આવી છે. મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગણેશ ભકતો ઉમટી પડે છે. દરરોજ ૧૦૦ થી ૧૧૦ કિલોની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. ઉલ્લોખનીય છે કે મહાઆરતીનો ગઈકાલે કમલેશ મિરાણીએ લાભ લીધો હતો. અને આજે પણ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.