સંકલન, શાસ્ત્રી રાજદીપ જોશી: આજે ગણેશ ચોથ છે. આ વર્ષે બે ત્રીજ તિથિ છે. જેમાની બીજી ત્રીજી તીથીને ગણેશ ચોથ તરીકે ઉજવાશે. 15-5-21ના દિવસે સવારના 8 વાગ્યા સુધી ત્રીજી તીથી છે, ત્યારબાદ આખો દિવસ ચોથ તિથિ હોતા પંચાગ પ્રમાણે અને જયોતિષના નિયમ પ્રમાણે ગણેશ ચોથ શનિવારે ઉજવાશે.
આપણા સૌરાષ્ટ્રમાં વૈશાખ મહિનાની ચોથનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિ દાદાના વિવાહ થયેલા. આ દિવસે નવા ઘંઉ લીધા હોય તેના લાડવા બનાવી અને સૌ પ્રથમ ગણપતિદાદાને અર્પણ કરવામાં આવે છે.
આ દિવસે કોરોના રૂપી રાક્ષસને નાથવા બધા જ લોકોએ ગણપતિ ઉપાસના કરવી જોઇએ. ગણપતિદાદા વિઘ્નહર્તા છે. બધા લોકો પ્રાર્થના કરે કે, અમને અને અમારા પરિવાર ઉપર અને ભારત દેશ ઉપર કોઇ વિઘ્ન નો આવે .આ દિવસે ૐ ગં ગણપતએ નમ: ના જપ કરવા, સંકટ નાશક ગણપતિ સ્ત્રોતના પાઠ કરવા, ગણપતિ દાદાને સિંદુર લગાવુ અને, ઘરના બારણા ઉપર શ્રી1ા તથા લાભ શુભ સિંદુરથી લખવું ઉત્તમ છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોશીની યાદીમાં જણાવાયું છે.