માવા મોદક બનાવવા જોઈશે :
- ૧૦૦ ગ્રામ બદામ
- ૨૦૦ ગ્રામ માવો
- કેસર
- દૂધ
રીત :
સૌ પ્રથમ એક કડાઈ લો.
કડાઈમાં બદામ નાખી બદામને ધીમી આંચ ઉપર સેકી લો.
હવે સેકેલી બદામને ઠંડી કરવા રાખી દો.
ત્યાર બાદ એક કડાઈમાં માવાને ધીમી આંચે સેકી લો
ઠંડી થયેલી બદામને મિક્સચરમાં કાઢી ભૂકો કરી લો.
હવે બદામનો ભૂકો માવામાં ભેળવી લો આમાં તમે પિસ્તાનો ભૂકો પણ ભેળવી શકો છો
ત્યારબાદ આ મિશ્રણમાં ૨ ચમચી કેસરવાળું દૂધ મિક્સ કરી ને બધી સામગ્રી ભેળવીને ગૅસ ઉપરથી ઉતારી લ્યો
ત્યારબાદ તેમાં બૂરું ખાંડ ભેળવીને મિશ્રણને મોદકના આકાર આપો. આ રેસેપી ફક્ત ૫ થી૭ મિનિટમાં બની જાય છે