અબતક,રાજકોટ

ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.

ચિત્રા નક્ષત્રના ગ્રહોમાં સ્વામી મંગળ છે. મંગળ ગ્રહના દેવતા ગણપતી દાદા છે. આથી ચિત્રા નક્ષત્રને શુભ ગણવામાં આવેલ છે. તથા બ્રહ્મયોગ ઉતમ ગણવામાં આવે છે. અને રવિયોગ દિવસના બધા જ અશુભનો નાશ કરનારો હોવાથી આ પણ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચોથ ઉતમ રહેશે.

ગણેશ ચોથ શુક્રવારે તા.10.9 તથા ગણપતિ વિસર્જન રવિવારે તા.19.9ના રોજ થશે

આ વર્ષે ગણપતિ ઉત્સવ 11 દિવસના બદલે 10 દિવસનો રહેશે તેરશ તિથિ ક્ષય હોતા 10 દિવસ ગણપતી ઉત્સવ ચાલશે

ગણપતી દાદાની સ્થાપના લાલ વસ્ત્ર ઉપર કરવી, ઘઉં ઉપર કરવી, સિંદુર ચડાવવું, દાદાને દુર્વા ખાસ ચડાવવી, અબીલ ગુલાલ કંકુ ચડાવવા, ગુલાબનું ફુલ અર્પણ કરવું તથા સંકટ નાશક ગણપતી સ્ત્રોતના પાઠ ગણપતી ઉત્સવ દરમિયાન કરવા અને પ્રાર્થના કરવી કે મારા ઘરમાં કુટુંબમાં અને દેશ ઉપર કોઈ પણ જાતનું સંકટ ન આવે.

ગણપતિદાદા વિઘ્નોના હતા છે. ગણપતી દાદા બધા જવિઘ્નો દૂર કરે છે. ગણેશ ચોથના દિવસે ચંદ્ર દર્શન કરવા નહિ આ દિવસે ચંદ્રને ગણપતીદાદાનો શ્રાપ હોવાથી આ દિવસે ચંદ્રદર્શન કરવું નહિ. આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી ખોટુ કલંક લાગવાની સંભાવના રહે છે. ગણપતિ ઉત્સવ દરમ્યાન દરરોજ સંકટનાશક ગણપતી સ્ત્રોત્ર તથા ગણપતિ અર્થશીર્ષ નામક પાઠ કરવા ઉતમ છે. તેમ વેદાંતનરત્ન શાસ્ત્ર રાજદિપ જોષી જણાવે છે.

શુક્રવારના શુભ મૂહૂર્તો

 ચિત્રા નક્ષત્ર બપોરે 12.19 સુધી

બ્રહ્મયોગ સાંજે 5.42 સુધી

 રવિયોગ બપોરે 12.57 સુધી

 સ્થીરયોગ બપોરે 12.57થી રાત્રે 9.58 સુધી આમ આખો દિવસ ગણેશ સ્થાપના માટે શુભ રહેશે.

 

ચોઘડીયા પ્રમાણે ગણેશ સ્થાપનાના શુભ મૂહૂર્તો

 દિવસના ચોઘડિયા

 ચલ-6.33 થી 8.06

લાભ 8.06 થી 9.38

 અમૃત 9.38 થી 11.11

 શુભ 12.44 થી 2.16


સાંજના ચોઘડિયા

 ચલ 5.21 થી 6.54

 અભિજીત મૂહૂર્ત બપોરે 12.19 થી 1.08

 ગણપતી સ્થાપના વૃશ્ર્ચિક સ્થીર લગ્નમા પણ કરવી શુભ છે

 વૃશ્ર્ચિક સ્થીર લગ્ન સવારે 11.18 થી 1.59 સુધી શુભ છે.

એક માન્યતા પ્રમાણે ગણપતિ દાદાનો જન્મવૃશ્ર્ચિક સ્થીર લગ્નમા થયેલો હતો. આથી વૃશ્ર્ચિક સ્થીર લગ્ન પણ સ્થાપના માટે શુભ ગણાય છે.

દરરોજ ગણપતિ પૂજા વેળાએ આ નામ બોલવા

શ્રી સુમુખ, શ્રી એકંદાત, શ્રી કપિલ, શ્રી ગજકર્ણ, શ્રી લંબોદર, શ્રી વિકટ, શ્રી વિઘ્નનાશક, શ્રી વિનાયક, શ્રી ધુમકેતુ, શ્રી ગણાધ્યક્ષ, શ્રી ભાલચંદ્ર, શ્રી ગજાનન.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.