મંદિરને વિશેષ શણગાર: સંગીત સંધ્યાને અનેક લોકોએ માણી
ગણેશ ચતુર્થીના દિવસે રાજકોટના એકમાત્ર સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં ખાસ સણગારો કરવામાં આવ્યા હતા સાથે સાથે સંગીત સંધ્યા તથા વિશેષ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ કુંડલીયા પરિવાર દ્વારા યજમાન પદ ભોગવવામા આવ્યું હતુ. ત્યારે ગુજરાતના સુપ્રસિધ્ધ કથાકાર ડો. રામેશ્વર હરિયાણી તથા સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી ખાસ દર્શન માટે આવ્યા હતા.
સિધ્ધિ વિનાયકના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો પધાર્યા: કાર્તિક કુંડલીયા
કાર્તિક કુંડલીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સિધ્ધિ વિનાયક ગણપતિનું મંદિર માત્ર એક જ છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે ભાવિકો માટે ગર્ભગૃહ ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે. અને ભાવિકો પણ મોટી સંખ્યામાં પધાર્યા છે. ગણપતિની સેવા કરવાનો લાભ મળતા અમરાપુરા પરિવારને ખુશી છે. આજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ભગવાનનો જન્મદિવસ છે. એટલે આજે બે કલાક માટે ભાવિકોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવે છે.
આવનારા સમયમાં આ મંદિરની વિશ્વ નોંધ લેશે તેવી આશા: ડો. રામેશ્વર હરિયાણી
સૌરાષ્ટ્રની ધરાપર રાજકોટની ભૂમી પર સિધ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે. જયારે પ્રવેશ કર્યો ત્યારે જ લાગ્યું કે આ ગુજરાતનું મોટામાં મોટુ મંદિર હોય તેવું લાગે છે. આ મંદિરની ઘણીબધી વિશેષતાઓ છે.મૂર્તિ, કોતરણી, વર્ષમાં એકવાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ મેળવો વગેરે જેવી વિશેષતા છે. સૌરાષ્ટ્રની ભૂમિ પર આ એક મોટુ સ્થાન ધરાવે છે. દરેકે દર્શન કરવા જોઈએ આવનારા સમયમા આ મંદિરની વિશ્વ નોંધ લેશે તેવી આશા છે. દર્શન કરીને હું પણ ધન્ય થયો છે.
જે લોકો મુંબઈ ન જઈ શકે તેઓ અહિં દર્શન કરી શકે છે: શાસ્ત્રી કમલેશભાઈ પંડયા
શાસ્ત્રી કમલેશભાઈ પંડયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ. કે આ મંદિરની વિશેષતા છે કે રાજકોટમાં ભવ્યતીભવ્ય મંદિર કુંડલીયા પરિવાર દ્વારા બનાવાયેલુ આ એક જ મંદિર છે. માતાજીના મંદિરો, શિવાલયો, તથા હનુમાનજીના મંદિરો ઘણાબધા છે. પણ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વક સિધ્ધ થયેલુ ગણપતિનું મંદિર એકમાત્ર આ સિધ્ધિ વિનાયક મંદિર છે જે લોકો મુંબઈ ન જઈ શકતા હોય તો તે અહી આવી દર્શન કરી શકે છે. આ મંદિરની સ્થાપનામાં કુંડલીયા પરિવારે નાનામા નાની વાતનું ધ્યાન રાખ્યું છે. સાથેસાથે મંદિરની વિશેષતા છે. વંદના મંત્રો દ્વારા અને પાઠશાળામાં ભણેલા બ્રાહ્મણો દ્વારા જ પૂજા કરવામાં આવે છે.