આગામી ૧રમીએ રાહુલ- પ્રિયંકા આ દાંડીયાત્રાને રવાના કરશે: સમયાંતરે દાંડીયાત્રાના માર્ગ પર કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, વરિષ્ઠ આગેવાનો ઉ૫સ્થિત રહેશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ગુલાબીકાળ દરમ્યાન અંગ્રેજ સરકાર દ્વારા લગાવવામાં આવેલા અસહય કરનો વિરોધ કરવા અસહાકારનું આંદોલન છેડયું હતું. આ અસહકારની ચળવળ દરમ્યાન અમદાવાદથી દાંડી સુધીની દાંડી યાત્રા યોજીને દાંડીના દરિયા કિનારે મીઠાની ચપટ્ટી ઉઠાવીને અંગ્રેજોએ મીઠા પર લગાવેલા કરનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમ્યાન ગાંધીજીએ આ મીઠાની ચપટ્ટી દ્વારા અંગ્રેજ શાસનને લુણા લગાડી રહ્યાનું જણાવ્યું હતું. આ અસહકારની ચળવળના કારણ જ અંગ્રેજોને ભારતમાં શાસન કરવું મુશ્કેલ થયું હતું. જેથી આખરે ૧પમી ઓગસ્ટે દેશને આઝાદી આપીને ઇગ્લેનડ રવાના થયા હતા. ભારતના આઝાદીના ઇતિહાસમાં અજર અમર એવી દાંડી યાત્રાને કોંગ્રેસે પક્ષે પોતાના ઉઘ્ધાર માટે યોજવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી ભારે જુથબંધીના કારણે રાજયમાં પાર્ટી અનેક ભાગોમાં વહેચાયેલી જોવા મળે છે. જેમાંથી પાર્ટીના આગેવાનો, કાર્યકરો હતાશ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે રાજયમાં જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાનારી છે જયારે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોમાં જાન ફુંકીને પાર્ટીનું નવસર્જન કરવા કોંગ્રેસે આગામી ૧રમી અમદાવાદથી દાંડીની દાંડી યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
આ દાંડીયાત્રાને કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી રવાના કરાવશે. કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત સાનુકુળ હશે તો તેઓ પણ આ પ્રસંગે ઉ૫સ્થિત રહેશે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના વર્ષમાં કોગ્રેસ આ દાંડીયાત્રા દ્વારા ગાંધીજીને શ્રઘ્ધાસુમન અર્પણ કરશે ગાંધીજીએ કરેલી દાંડીયાત્રાના માર્ગ પર જ કોંગ્રેસ દ્વારા કુચ યોજવામાં આવશે. આ દાંડીયાત્રાના વિવિધ દિવસો દરમ્યાન કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ આગેવાનો ઉ૫સ્થિત રહેની આ દાંડી કુચ કરનારા કાર્યકરોને પ્રોત્સાહીત કરશે. જો કે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગાંધીજીએ વિદેશી અંગ્રેજો સામે અસહકારની ચળવળ ચલાવીને આઝાદી મેળવી હતી. જયારે કોંગ્રેસ આ દાંડી યાત્રા દ્વારા પોતાના સ્વદેશી અસહકારની ચળવળ ચલાવનારુ છે. આ રાજકીય સ્વાર્થવાળી દાંડીયાત્રા કોંગ્રેસને ફળશે કે કેમ? તે મોટો પ્રશ્ર્નાર્થ છે.
કોંગ્રેસની દાંડી યાત્રાનો ૧રમીએ અમદાવાદથી પ્રારંભ: છઠ્ઠી એપ્રિલે દાંડીમાં પૂર્ણ થશે
મહાત્મા ગાંધીએ તેમની દાંડીયાત્રાનો અમદાવાદના સાબરમતિ આશ્રમ ખાતેથી ૧રમી માર્ચ ૧૯૩૦ના રોજ પ્રારંભ કર્યો હતો. આ યાત્રા છઠ્ઠી એપ્રિલ દાંડીમાં ના નમક સત્યાગ્રહ સાથે પૂર્ણ થઇ હતી. ગુજરાત કોંગ્રેસની દાંડીયાત્રા આ જ રીતે ૧રમી માર્ચની અમદાવાદથી આ યાત્રાનો પ્રારંભ થશે અને છઠ્ઠી એપ્રિલે દાંડીમાં વિરામ પામશે. જેમ પાર્ટીના વિવિધ વિસ્તારોના સેવાદળના ૮૦ કાર્યકરો જોડાશે તેમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.