રીયલ એસ્ટેટ ક્ષેત્રે જોવા મળશે વૃદ્ધિ : આશરે 353 કરોડના ખર્ચે પ્રોજેક્ટને અમલી બનાવશે
હાલ રાજ્ય સરકાર ગુજરાતને વિકસિત મોડેલ બનાવવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટી ખાતે અનેકવિધ નવીનતમ યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી છે. એટલુંજ નહીં હવે સરકાર ગિફ્ટ સિટી ગાંધીનગર અને ગાંધીનગર રિવરફ્રન્ટ ને એક સાથે જોડી ગાંધીનગર ને નવું રૂપ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. આ વાતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવા પ્રોજેક્ટ અને માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે. દ્વારા જે ત્રણ નવી ટીપી સ્કીમને અમલી બનાવી છે તેનાથી ગિફ્ટ સિટી સહિતના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી વિકાસની તક પણ ઊભી થશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઘણા અંશે પણ થશે.
સરકારનું સ્વપ્ન છે કે નદીની બંને બાજુ પૂરતો વિકાસ થાય એક તરફ રેસીડેન્સીયલ પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે તો બીજી બાજુ કોમર્શિયલ પ્રોજેક્ટને અમલી બનાવવામાં આવે.
હાલ જે રીતે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે તેમાં ગાંધીનગર ગિફ્ટ સિટી આસપાસના સાડા ચાર કિલોમીટર વિસ્તાર ખૂબ ઝડપી રીતે આગળ વધશે. એમાં ધોલેશ્વર મંદિર રાયસણ ગામ અને રાંદેસણ ગામ વધુને વધુ વિકસિત થશે.
આ સમગ્ર પ્રોજેક્ટ 350 કરોડથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના વિકાસ માટે જે નવા પ્રોજેક્ટ અને જે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે તેના માટે સ્પેશિયલ ગવર્નિંગ કાઉન્સિલની પણ રચના કરવામાં આવશે કે જે આ મુદ્દે વિવિધ પોલિસીઓ નું નિર્માણ કરશે અને તેની અમલવારી પણ કરશે.