રાસમાં જૂનાગઢનું બ્રહ્મપુરી દાંડિયા ગ્રુપ વિજેતા; અંતિમ દિવસે ૨૧ ટીમોએ પરફોર્મન્સ આપ્યું
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ચાલી રહેલી રાજયકક્ષાની ગરબા સ્પર્ધાનો કાલે ચોથો દિવસ એટલે છેલ્લો દિવસ હતો. રોજ અલગ અલગ જગ્યાની કૃતિઓ રજૂ કરવામાં આવતી હતી. ત્યારે ચોથા દિવસે ૨૧ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં રાસની ૬ ટીમો હતી જયારે અર્વાચીન રાસ ની ૬ ટીમો હતી અને પ્રાચીન રાસની ૯ ટીમો એ ભાગલીધો હતો જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતુ. પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે પનઘટ કલા કેન્દ્ર ગાંધીનગરનું ગ્રુપ, બીજા ક્રમે કામદાર કલા ચેરીટેબલ ભાવનગરનું ગ્રુપ, ત્રીજા મે એમ.એન. વિરાણી સાયન્સ સ્કુલ રાજકોટની ટીમ વિજેતા બની છે. જયારે અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે પનઘટ કલા કેન્દ્ર ગાંધીનગરનું ગ્રુપ, બીજા ક્રમે રાજકોટ શહેરનું શ્રી વૃંદ ગ્રુપ, ત્રીજા ક્રમે સુરત ગ્રામ્યની ક્ધયા વિદ્યાલય અસ્તાન વિજેતા બની છે. રાસમાં પ્રથમ ક્રમે બ્રહ્મપુરી દાંડિયા ગ્રુપ જૂનાગઢ ગ્રામ્ય, બીજા ક્રમે ગોવાળિયો રાસ ગ્રુપ સુરેન્દ્રનગર અને ત્રીજા ક્રમે સુંદરમ કલ્ચરલ ગ્રુપ ગાંધીનગર વિજેતા થયા છે.
અમે પરફોર્મન્સ માટે એક મહિનો તૈયારી કરી: બારૈયા બંસરી
બારૈયા બંસરી (કામદાર કલ્યાણ ચે.ટ્રસ્ટ ભાવનગર)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે અમે આ પરફોરમન્સ રજૂ કરવા માટે એક મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા. તથા આજના પરફોરમન્સ માટે અમે ખૂબજ ઉત્સુકત છીએ અમે આજે ખૂબ મહેનત કરીને સારૂ પરિણામ મળે તેવી તૈયારી કરી છે.
પોરબંદરમાં વખણાતો મણિયારો રાસ રજૂ કર્યો: લાખણસિંહભાઈ
લાખણસિંહભાઈ (આવડ રાસમંડળ પોરબંદર)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અમે પ્રથમ આવ્યા ત્યારબાદ આજે અહી રાજયકક્ષાએ આવ્યા છીએ પોરબંદરનો જે મણીયારો વખણાય છે તે એવી વસ્તુ છે કે અમારા પૂર્વજો જે રાસ રમતા એ એક યુધ્ધની શૈલી કહેવાય છે. યુધ્ધ પછી ખુશીના સમયમાં પૂર્વજો આ શૌર્ય રાસ રમતા હતા જેને મણીયારી કહેવાય છે.
રાજકોટ ખૂબજ સરસ અને લોકો પણ સારા છે: હિના કાત્રે
હિનાકાત્રે (બારડોલી સુરત ક્ધયા વિદ્યાલય)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે અર્વાચીન અને પ્રાચીનની રાજયકક્ષાએ ટી લઈને આવ્યા હતા અમે સારૂ પરફોરમન્સ આપ્યું છે. અમારા શિક્ષક ભારતીબેન એ આ આખા રાસની કોરીયોગ્રાફી કરી છે. અમે ત્રણ મહિનાથી આ સ્પર્ધા માટે તૈયારીઓ કરીએ છીએ અને આજની અમારી રજૂઆત ખૂબજ સરસ રહી છે. અહી રાજકોટ આવ્યા છીએ તો રાજકોટ ખૂબજ સરસ છે. અહિના લોકોપણ સારા છે.
અમને અહી ઘણી બધી નવી કૃતિઓ જોવા મળી: આચાર્ય નિધિ
આચાર્ય નિધિ (પાટણ જીલ્લો કે.વી. પટેલ મેમોરીયલ સ્કુલ ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે રાજયકક્ષાએજે ટીમ લઈને આવ્યા છીએ તેમાં અમને બહુ સારો અનુભવ થયો છે. અમને કેટલીક નવી નવી કૃતિઓ અહી જોવા મળી છે. કઈક નવુ નવું જાણવા મળ્યું અને અહી રજૂઆત કરવા મળે એ બહુ મોટી વાત છે. આપ્રોપ સાથેનો વિચાર અમે જાતે વિચાર્યો અમરે કઈક અલગ કરવું છે તો અમે સાડીવાળુ પ્રોપ લઈ જશુ તો અલગ તરી આવશે. આમપર પાટણ પટોળા માટે વખણાય છે. એટલે આ કર્યું અમે એક મહિનાથી તૈયારી અને પ્રેકટીસ કરીએ છીએ.
સ્પર્ધા માટે ખેલૈયાઓએ દિવસ-રાત પુરાજોશથી તૈયારીઓ કરી: શારદાબેન બારોટ
શારદાબેન બારોટ (સરસ્વતી લોક સંગીત અને કલાવૃંદ જૂનાગઢ શહેર) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે જૂનાગઢ જીલ્લામાં પ્રથમ ક્રમે આવ્યા છીએ અમે આ સ્પર્ધા માટે દિવસ રાત ખૂબ મહેનત કરીને તૈયારીઓ કરેલ છે. ખેલૈયાઓ પણ પૂરા જોશથી આ તૈયારી કરતા હતા રાજયકક્ષા જિલ્લા કક્ષાએ પણ અમે નંબર લાવતા હોઈએ છીએ ગુજરાત બહાર પણ સ્પર્ધાઓમાં જઈએ છીએ. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર પ્રોત્સાહન રૂપે આવા કાર્યક્રમો કરે છે.