-
‘એક જ ઈશારા પર બધું તબાહ થઇ જશે’
-
બોમ્બની ધમકીઓને પગલે બે દિવસમાં અલગ અલગ દસ ફ્લાઇટ્સ વિક્ષેપિત
હાલ દેશભરમાં સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. અગાઉ એરપોર્ટ, રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે ગાંધીનગરની નેશનલ લો કોલેજ અને દિલ્લી – શિકાગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(જીએનએલયુ)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. જીએનએલયુને બોમ્બ ઉડાડી દેવાની ધમકી ઈમેલ મળતાં પોલીસ એકશનમાં આવી હતી. જેમાં યુનિવર્સિટી મળેલા ધમકી ઈમેલ અંગે પોલીસને જાણ કરતાં સાથે પોલીસ તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે મુજબ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને આખી યુનિવર્સિટીના દરેક વિભાગમાં ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન કર્યું હતું. યુનિવર્સિટીમાં વિવિધ સ્થળોએ જેવા કે એડમિન ઓફિસ, યુનિવર્સિટીના ડાયરેક્ટર બંગલો, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સહિતના યુનિવર્સિટીના દરેક વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
જોકે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન યુનિવર્સિટીમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી. પોલીસે વહેલી પરોઢિયે આખી યુનિવર્સિટીના તપાસ હાથ ધરી હતી. પરંતુ ધમકી મુજબની કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી મળેલી બોમ્બથી ઉડાડવાની ધમકી અંગે ગાંધીનગર ડીવાયએસપી આર આર દેસાઈએ જણાવ્યું હતું કે, જીએનએલયુ રજિસ્ટ્રાર ઈમેલ આવ્યો હતો. ઇમેલમાં યુનિવર્સિટીમાં કેમ્પસમાં બોમ્બ રાખ્યા અંગેની ધમકી ભર્યો ઇ-મેઈલ હતો.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આખી રાત આખી યુનિવર્સિટી તમામ વિભાગમાં તપાસ હાથ ધરી હતી. યુનિવર્સિટીના પ્રત્યેક ખૂણેખૂણામાં આખી રાત પોલીસે સઘન ચેકીંગ કર્યું હતું. પણ તપાસ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. પરંતુ જે ઈમેલ પરથી ધમકી આવી હતી ત્યાં ઝડપથી પોલીસ જે એડ્રેસ પર મેઈલ આવ્યો ત્યાં પહોંચી જશે. હાલ તમામ પ્રકારની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ લોકસભાની ચૂંટણી સમયે અનેક શાળાને બોમ્બથી ઉડાડી લેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા.
આખી રાત ચાલ્યું સર્ચ-ઓપરેશ
ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેઇલ રજીસ્ટ્રાર અને 400 જેટલા સ્ટુડન્ટ્સને રવિવારે મળ્યો હતો. જેનાં પગલે યુનિર્વિસટી રજીસ્ટ્રાર ડો.જગદિશચન્દ્ર ગંગાધરૈયાએ જાણ કરતા જ એસપી રવિ તેજા વાસમસેટ્ટી, ઈન્ફોસિટી પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ ડોગ અને બોમ્બ સ્કવોર્ડની ટીમને લઈને યુનિવર્સિટી ખાતે દોડી ગયા હતા. બાદમાં પોલીસની અલગ-અલગ ટીમોએ આખી યૂનિવર્સિટીનાં દરેક વિભાગો, ગર્લ્સ-બોયઝ હોસ્ટેલમાં ડોગ-બોમ્બ સ્કવોર્ડને સાથે રાખી સર્ચ
ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. દરમ્યાન સાવચેતીના ભાગરૂપે તમામ સ્ટુડન્ટ્સને કેમ્પસમાં સુરક્ષિત સ્થળે લઈ આવવામાં આવ્યા હતા. ગાંધીનગર પોલીસે મામલાની ગંભીરતા જોઈને સર્ચ ઓપરેશનની સાથે સાથે રાતથી જ સાયબર ક્રાઇમ પોલીસને પણ ટેકનિકલ એનાલીસીસ કરવા એક્ટિવ કરી દેવાઈ હતી.
ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળતા કેનેડામાં ઇમરજન્સી લેન્ડિંગ
બોમ્બની ધમકીઓને પગલે છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછી 10 ભારતીય ફ્લાઇટ્સને વિક્ષેપિત કરી છે. એર ઈન્ડિયાની દિલ્હી-શિકાગો અને ઈન્ડિગોની દમ્મામ-લખનૌ જેવી ફ્લાઈટને મંગળવારે ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, પાછળથી આ તમામ ધમકીઓ પોકળ સાબિત થઇ હતી. મામલામાં મુંબઈ પોલીસે છત્તીસગઢના વેપારીના 17 વર્ષના પુત્ર સહિત બે શકમંદોની અટકાયત કરી છે. ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટને ધમકી મળી
ત્યારે તે મુસાફરીમાં હતી અને તેને કેનેડામાં ઇક્લુઇટ તરફ વાળવામાં આવી હતી. એરલાઈને પુષ્ટિ કરી કે એઆઈ127 ફરી સ્ક્રિનિંગ હેઠળ છે, જેમાં હાજર મુસાફરોને સપોર્ટ આપવામાં આવ્યો છે.