ગાંધીનગર સમાચાર
ગાંધીનગર ખાતે વિદ્યા સહાયક ભરતી રદ કરવા માટે આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ટાટના ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે આજે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં પોલીસ દ્વારા તેની ટીંગાટોળી કરી તેમની અટકાયત કરવામાં આવી હતી. 30 જેટલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોતાની માંગ અને લઈને અડગ રહ્યા હતા. કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી હજુ પણ આવનાર દિવસોમાં આંદોલનો કરવામાં આવશે તેવી પણ ચિમકી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.