રાજયમાં આગામી ૧લી એપ્રીલી આધારકાર્ડ આધારિત જાહેર વિતરણ વ્યવસ અમલી બની રહી છે ત્યારે પુરવઠા વિભાગ ગાંધીનગર તરફી રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રને આધારકાર્ડની સીડીંગની કામગીરી ઝડપી બનાવવા આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં ૧લી એપ્રીલી આધારકાર્ડી આધારીત જાહેર વિતરણ વ્યવસ અમલી બની રહી છે.

ત્યારે રાજકોટ જિલ્લામાં ૧લી માર્ચી જ આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ અમલી બનાવવામાં આવી છે પરંતુ હજુ ૬૦ થી ૭૦ ટકા રેશનકાર્ડનું આધારકાર્ડ સો વેરીફીકેશન બાકી હોય. ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા આધારકાર્ડ સીડીંગની પ્રક્રિયાને ઝડપી બનાવવા પુરવઠા તંત્રને સુચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.