છેલ્લાં કેટલાંક સમયથી ધોરણ-3થી ધોરણ-10 અને ધોરણ-11 ના પુસ્તકો બદલાયા ન હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 જેટલા નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ થશે. આ 51 પુસ્તકો તૈયાર થઈ ગયા બાદ પ્રિન્ટ પણ થઈ ચુક્યા છે અને બજારમાં પહોંચી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ ઉપરાંત આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
આમ, દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજયમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-3થી ધોરણ-10 અને ધોરણ-12ના નવા 51 જેટલા પુસ્તકો અભ્યાસક્રમમાં અમલમાં આવશે. જેમાં ધોરણ-9ના 5, ધોરણ-7ના 3, ધોરણ-3ના 1, ધોરણ-4ના 1, ધોરણ-5ના 2, ધોરણ-6ના 2, ધોરણ-8ના 2, ધોરણ-10ના 1 અને ધોરણ-12ના 1 વિષયના પુસ્તકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પુસ્તકો બદલાયા બાદ પ્રિન્ટ પણ થઇ ચુક્યા છે અને સંભવત બજારમાં પણ મળવાના ચાલુ થઇ ગયા હોવાની પણ સંભાવના છે.
પુસ્તકો ઘણા વર્ષોથી બદલાયા ન હોવાથી હાલના સમયની જરૂરીયાત પ્રમાણે તેમાં ફેરફાર કરવાનું આવશ્યક જણાતા તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન જે પુસ્તોમાં ફેરફાર કરાયો છે તે પૈકી ધોરણ-3માં વાચનમાળા, ધોરણ-4માં ગુજરાતી પ્રથમ ભાષા, ધોરણ-5માં ગુજરાતી પ્રથમ ભાષા અને પર્યાવરણ, ધોરણ-7માં સામાજિક વિજ્ઞાન, ધોરણ-9માં કમ્પ્યુટર અધ્યયન, ધોરણ-10માં સમાજિક વિજ્ઞાન અન ધોરણ-12માં કમ્પ્યુટર અધ્યયન વિષયના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દૂ, તમિલ, હિન્દી માધ્યમમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ધોરણ-9ના ટેક્નિકલ હાઈસ્કુલોમાં શરૂ કરવાના થતાં નવા 4 વોકેશનલ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ-9 અને ધોરણ-11ના નવા પુસ્તકો 2016માં તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે તેમાં કેટલાક પુસ્તકો 2017માં તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ-10 અને ધોરણ-12માં પણ નવા પુસ્તકો 2017માં અમલમાં આવ્યા હતા. ધોરણ-10 અને ધોરણ-12ના પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો ન હોવાથી તેમાં ફેરફાર માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને તબક્કાવાર તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
કયા પુસ્તકમાં અભ્યાસક્રમો બદલાયા?
- ધોરણ 3, વિષય- વાચનમાળા
- ધોરણ 4, વિષય- ગુજરાતી
- ધોરણ 5, વિષય- ગુજરાતી, પર્યાવરણ
- ધોરણ 6, વિષય- સર્વાંગી શિક્ષણ
- ધોરણ 7, વિષય- સર્વાંગી શિક્ષણ, સામાજિક વિજ્ઞાન
- ધોરણ 8, વિષય- સર્વાંગી શિક્ષણ, સામાજિક વિજ્ઞાન
- ધોરણ 9, વિષય- કમ્પ્યુટર અધ્યયન
- ધોરણ 10, વિષય- સામાજિક વિજ્ઞાન
- ધોરણ 12, વિષય- કમ્પ્યુટર અધ્યયન