ગાંધીનગર: ગિફ્ટ સિટી ક્લબના ક્રાફ્ટિંગ લેબ દ્વારા ‘ઈકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. પર્યાવરણની સલામતી અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આજે લોકો ઇકો ફ્રેન્ડલી રીતે ભગવાનની મૂર્તિ તૈયાર કરે છે. દર વર્ષે ભાદ્રપદ શુક્લ ચતુર્થીના શુભ મુહૂર્ત પર દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ઉત્સવનો તહેવાર 7 સપ્ટેમ્બર, 2024થી શરૂ કરીને 17 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. ભક્તો તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે આ તહેવારોને અલગ અલગ રીતે ઉજવે છે. તેમજ ભગવાન ગણેશની મૂર્તિ ઘરોમાં સ્થાપિત કરવામાં આવે છે. વધતા જતા પ્રદૂષણ, પર્યાવરણ અને આસ્થાને ધ્યાનમાં રાખીને લોકો માટીમાંથી બનેલી મૂર્તિઓ ખરીદવાનું અને બનાવવાનું પસંદ કરે છે કારણ કે PAOથી બનેલી મૂર્તિઓને પાણીમાં ઓગળવામાં ઘણો સમય લાગે છે.
View this post on Instagram
જેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબના ક્રાફ્ટિંગ લેબ દ્વારા ‘ઈકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં 67 જેટલાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં દરેક વ્યક્તિઓને ક્લે અને માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવતા શીખવવામાં આવ્યુ હતું. પાર્ટિસિપેન્ટ્સના જણાવ્યા અનુસાર, ‘આ વર્કશોપ, ક્રિએટિવિટી અને ટ્રેડિશનનો ઉત્સવ હતો. વર્કશોપમાં દરેક વયજૂથના વ્યક્તિઓએ પોતાની સ્કિલ દ્વારા મૂર્તિ બનાવી હતી. તૈયાર કરવામાં આવેલ માટીની મૂર્તિઓથી પર્યાવરણને કઈ પણ નુકસાન થતું નથી’.