ગાંધીનગર સચિવાલય ખાતે દીપડો ઘૂસ્યા ના સમાચાર મળતા ની સાથે જ વન વિભાગ અને પોલીસ તંત્ર આજે ધનતેરસ ના દિવસે પણ વહેલી સવારથી જ દોડતું થઈ ગયું હતું જેમાં સવારથી જ સચિવાલય ના તમામ ગેટ બંધ કરી દીપડા નું લોકેશન ટ્રેક કરવાનું ચાલુ કર્યું હતું જેમાં મધ્યહાન સમયે રાજ્ય ના વન સંરક્ષક ડોકટર રાજીવ ગુપ્તા દ્વારા પ્રેસકોન્ફરન્સ કરી અને એમણે જણાવ્યું કે દીપડાનું લોકેશન ટ્રેક કર્યું અને એ પુનિત વનની આસપાસ મળ્યું હતું
ત્યાર બાદ સમગ્ર વન વિભાગ ની ટિમ પુનિત વન ખાતે પહોંચી અને પાંજરા સાથે દીપડા ને ટ્રેસ કર્યો ત્યારે અથાગ પ્રયત્ન બાદ એ દેખાતા નિષ્ણાત દ્વાર ટ્રાયક્યુલર મારી બેભાન કરવામાં આવ્યો ત્યાર બાદ વન વિભાગ દ્વાર આ દીપડા ને પાંજરે પુરી દીધો હતો જેમાં સમગ્ર દિવસ ની દોડધામ દ્વારા પોલીસ તંત્ર વન વિભાગ અને સરકારે રાહત નો શ્વાસ લીધો હતો