રાજ્યમાં વરસાદની બીજી ઇનીંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજ્યમાં થયેલ વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વરસાદની પરિસ્થિતિની અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી.
છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યના 136 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આજે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ગાંધીધામ તાલુકામાં સવા ત્રણ ઈંચ અને અંજાર તાલુકામાં ત્રણ ઈંચ મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ, જ્યારે ધ્રાંગધા, ચુડા, વઘઇ અને વાંકાનેરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 62.03 ટકા જેટલો નોંધાયો છે.
Gandhinagar: Gujarat CM Vijay Rupani held a review meeting today over rainfall in the state. Deputy CM Nitin Patel also present. pic.twitter.com/aPaq3q5Aw1
— ANI (@ANI) August 18, 2018