સ્વાસ્થ્ય ક્ષેત્રે અતિ મહત્વ ધરાવતી ‘મોદીકેર’યોજનાને કેબીનેટની લીલીઝંડી
ભારત આયુષ્યમાન પ્રોગ્રામ હેઠળ ‘મોદીકેર’ યોજના દ્વારા દેશના ૧૧ કરોડ ગરીબ પરિવારોને દર વર્ષે પાંચ લાખ રુપિયાનો સ્વાસ્થ્ય વિમો પ્રદાન થશે
લોકોના સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારે ગંભીર રીતે ધ્યાન દોરી વર્ષ-૨૦૧૮-૧૯ના બજેટમાં અતિમહત્વની જાહેરાતો કરી છે. ‘મોદી કેર’ યોજના અંતર્ગત ૧૧ કરોડ ગરીબ કુંટુંબોને રૂ.પાંચ લાખનો સ્વાસ્થ્ય વિમો આપવા સરકારે લક્ષ્યાંક સેવ્યો છે. કેબીનેટે આ ‘મોદી કેર’ યોજનાને લીલીઝંડી આપી દીધી છે.જે આગામી ઓક્ટોમ્બર માસથી અમલી બનશે. એટલે કે ઓક્ટોબરથી દેશના ગરીબોને ‘મોદીકેર’નું કવચ પ્રદાન થશે.
બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીન અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘મોદી કેર’ યોજનાને મંજુર અપાઇ હતી. મોદી સરકારની આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અને સીનીયર સીટીઝન ઇન્શ્યોરન્સ સ્કિમનું સ્થાન લેશે. તેમાં પણ ‘મોદી કેર’ યોજનાની મહત્વકાંક્ષી બાબત એ છે કે આ યોજનાના લાભ માટે ઉંમર, કૌંટુબીક સંખ્યા વગેરે જોવા પરીબળો બાધા બનશે નહિં અને આ યોજના કેસલે રહેશે.
ભારત આયુષ્યમાન પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાં દોઢ લાખ સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા થશે.જેમાં ખાનગી કં૫નીઓ પણ ભાગ લઇ શકશે. હાલમાં લાગુ રાષ્ટ્રીય વિમા યોજનામાં ગરીબ પરિવારોને ૩૦ હજાર રુપિયાનું વાર્ષિક વિમા કવચ અપાય છે જ્યારે ઓક્ટોબરથી ‘મોદીકેર’ યોજનામાં ગરીબ લોકોને પાંચ લાખ રુપિયાનું વાર્ષિક વિમા કવચ મળશે. સુત્રોના જણાવ્યા મુજબ, ૧ લી એપ્રિલ, ૨૦૧૮થી સરકાર પાસે આ માટે બે હજાર કરોડ રુપિયા ઉપલબ્ધ હશે.
જણાવી દઇએ કે, ‘મોદી કેર’ યોજના વિશ્ર્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી બે ઓક્ટોબરથી શરુ થઇ જશે. જે સંપૂર્ણપણે રોકડ વ્યવહાર વિના ચાલશે. આ યોજનાનો સમગ્ર ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને ઉઠાવશે. દર એક કુંટુંબે રુ.૧૨૦૦ની ખર્ચ થશે. જે ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ : ૪૦ના રેશિયોમાં ઉઠાવશે. દેશની ૪૦ ટકા વસ્તી એટલે કે ૧૦.૭ કરોડ ગરીબ કુટુંબોને દર વર્ષે પાંચ લાખ રુપિયાનો સ્વાસ્થ્ય વિમો મળશે.
આગામી વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચુંટણી પણ આવી રહી છે. જેની આગવી રણનીતીના ભાગરુપે ખેડૂતો અને ગરીબ પરિવારોને ધ્યાને લઇ મોદી. સરકારે બજેટમાં વિશેષ જાહેરાતો કરી છે અને તેના અમલ માટે કમર કસી રહી છે. બજેટ રજૂ કરતી વેળાએ વિતમંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારે મોટો નિર્ણય કર્યો છે જે આપણી પાસે સ્વસ્થ નાગરિકો હશે તો આપણી ઉત્પાદકતામાં પણ વધારો થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,