રાષ્ટ્રપિતાના અપમાન મુદે તુરંત કાર્યવાહી કરવાની માંગને ધમાલ મચાવતા સાંસદોને વિદેશમંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવી પડી

તાજેતરમાં એક ઈઝરાયેલી દારૂ કંપની દ્વારા તેમની દારૂની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો મૂકયો હતો. વ્યસનના જીવનભર વિરોધી રહેલા ગાંધીજીનો ફોટો દારૂની બોટલ પર મૂકાતા વિશ્ર્વભરના ગાંધીપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી આ મુદો ગઈકાલે રાજયસભમાં ઉઠ્યો હતો. અનેક સાંસદોએ ગાંધીજીના અપમાનને રાષ્ટ્રનું અપમાન સમાન ગણીને ઈઝરાયેલી કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ મુદે થોડા સમય માટે રાજયસભામાં ધમાલ મચી જવા પામી હતી. જે બાદ, રાજયસભાના ચેરમેને આ મુદે સરકારને તુરંત કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

ગઈકાલે રાજયસભામા શુન્યકાળમાં આપના સાંસદ સંજયસીંગે આ મુદો ઉપસ્થિત કરીને જણાવ્યું હતુ કે ઈઝરાયેલી દારૂ કંપનીએ મહાત્મા ગાંધીનો ફોટો દારૂની બોટલ પર છાપીને રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે. રાષ્ટ્રપિતાના અપમાનને દેશના અપમાન સમાન ગણાવીને સીંગે ઈઝરાયેલી કંપની સામે તથા તુરંત દારૂની બોટલ પર ગાંધીજીના ફોટાને હટાવવા કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ મુદા પર અનેક સાંસદો જોડાઈને રાષ્ટ્રપિતાના અપમાન બદલ તુરંત કાર્યવાહી કરવાની માંગ કરવા લાગતા થોડા સમય માટે રાજયસભામાં ધમાલ મચી જવા પામી હતી.જેથી રાજયસભાના ચેરમેન એમ. વૈકેંયા નાયડુએ ધમલ કરતા સાંસદોને શાંત પાડીને આ મુદે સરકાર તરફથીક ઉપસ્થિત વિદેમંત્રી એસ. જયશંકરને સાંસદોની લાગણી સમજીને તુરંત કાર્યવાહી કરવા અપીલ કરી હતી. જયશંકરે આ મુદે તુરંત યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપતા ધમાલ મચાવી રહેલા સાંસદોનો આક્રોશ ઠંડો પાડયો હતો. જે બાદ રાજય સભામાં આગળની કાર્યવાહી ચાલી શકી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.