સાત દાયકા બાદ પણ મેઘાણીના ગીતો યુવા પેઢીના હૈયે ગુંજે છે: પિનાકી મેઘાણી
ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે
રાષ્ટ્રીય શાળામાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે “ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે રાષ્ટ્રીય શાયર મેઘાણી રચીત, શૌર્ય, દેશપ્રેમ, ગાંધી ગીતો દ્વારા સ્વરાંજલી મૌનાજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંગીત કલાકાર અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, પંકજ પંડયા અને નિલેશ પંડયા દ્વારા મેઘાણી રચીત ગાંધી ગીતો ગાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખાદી ભવનના પૂર્વે ચેરમેન દેવેન્દ્ર દેસાય, પિયાંનો વાદક કાંતિભાઈ સોનચંદ્ર, જીતુભાઈ ભટ્ટ, પિનાકી મેઘાણી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.
‘અબતક’ સાથેની વાતચીતમાં પિનાકી મેઘાણીએ જણાવ્યું કે, ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સ્વરાંજલી મૌનાજલી કાર્યક્રમની આયોજન થયેલું જેમાં મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજેલા એવા ઝવેરચંદ મેઘાણી રચીત શૌર્ય, દેશ પ્રેમ અને ગાંધી ગીતો ગુજરાતના ખ્યાતનામ કલાકાર અભેસિંહભાઈ રાઠોડ, પંકજ શાહ, રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ અને નિલેશ પંડયાએ રજૂ કર્યો. રાજકોટની વિવિધ શાળા કોલેજોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા એ જોઈ ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. ઝવેરચંદ મેઘાણીના નિધનના આજે સાત દાયકા વીતી ગયા છતાં પણ એમના રચેલા ગીતો આજે પણ નવી પેઢી યુવા પેઢીના હૈયે ગુંજે છે, ધપકે છે.
મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને છેલ્લા કેટલાક વર્ષોથી અમે મેઘાણી રચીત ગાંધી ગીતોના કાર્યક્રમો જુદા જુદા સ્થાનોએ કરીએ છીએ. આજ મને આનંદ છે કે, રાષ્ટ્રીય શાળાના પ્રાંગણમાં અને વિશાળ સંખ્યામાં નવ યુવાન વિદ્યાર્થીઓ વચ્ચે જયારે આ કાર્યક્રમ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે મને લાગે છે કે, નવી પેઢી સુધી મહાત્મા ગાંધીજીની વાતો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ગીતો અને સંસ્કારસભર આ કાર્યક્રમ એમના સુધી પહોંચે તેવા નમ્ર પ્રયાસ કરી રહ્યાં છીએ અને આ કાર્યક્રમ માટે મેઘાણી સ્મૃતિ સંસ્થાનના પ્રણેતા એવા પિનાંકી મેઘાણીએ ખુબ જહેમત ઉઠાવીને કાર્યક્રમ કર્યો છે.
ત્યારે નવું જોમ પ્રગટ રાષ્ટ્ર ભાવના પ્રગટે અને વિદ્યાર્થીઓમાં દેશ માટે ફના થવા માટેની નેક ઉભી થાય એવા ઉદ્દેશથી અને રાષ્ટ્રભક્તિ પ્રગટ થાય તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું ખુબ મોટુ મુલ્ય છે અમને ખૂબ જ આનંદ થયો છે કે યુવા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો છે હું બધા દર્શકોને વિનંતી કરીશ કે આપણા આ સંસ્કાર વારસાને જમાનો જંખે છે. સબળ સંસ્કારની વાતો એ સંસ્કારની વાતો દરેક પરિવારમાં જળવાઈ રહે તેવી મારી નમ્ર અપીલ છે. આ સૌને આ મહામાનવતા નિર્વાણ દિને ગાંધીજીને કોટી કોટી વંદના કરીએ વિશ્ર્વભરના દેશમાં જયાં જયા હું ફર્યો છું એકે એક માણસના હૈયામાં મેઘાણીના ગીતો ગુંજી રહ્યાં છે.
અમારા ડાયરાના કાર્યક્રમમાં પણ મેઘાણી સંપાદિત લોકગીતો અને મેઘાણી રચિત ગીતોની અવારનવાર લોકચાહના હજુ પણ અતુટ અને અમુલ્ય ઘડી છે અને લોકો ઝંખના હોય છે અને બીજા દેશોમાં લોકો મેઘાણીના ગીતો સાંભળવા તત્પર હોય છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ આટલા રસપૂર્વક સાંભળતા હતા તો મને લાગ્યું કે અમારી ઉંમરના છ મહિના વધારી દીધા એટલા રાજી થયા છીએ.