‘બાપુના સપનાનું ભારત’ ડિજિટલ મલ્ટીમીડિયા પ્રદર્શન થકી શહેરીજનો બન્યાં ગાંધીમય
લોકો મહાત્મા ગાંધીના મૂલ્યોને જાણે, માણે અને રોજીંદા જીવનમાં અપનાવે તેવા શુભાશય સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સાત દિવસીય બાપુના સપનાનું ભારત ડિજીટલ મલ્ટી મિડીયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગાંધીજી આપણા દેશની વૈશ્વિક ઓળખ છે. બાપુના સપનાનું ભારત ને સાકાર કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યશીલ છે. ગાંધીજી તેમના જીવનમાં સત્યને સ્વિકારીને આગળ વધ્યા હતા તેથી આખી દુનિયાએ ગાંધી વિચારોને સ્વિકાર્યા છે. ગાંધી વિચારો અને મુલ્યો સાશ્વત હતા, છે અને રહેશે.
આ તકે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયાએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના એડી. ડિરેક્ટર જનરલ ડો. ધિરજ કાકડીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બાપુના સપનાનું ભારત ડિજીટલ મલ્ટી મિડીયા પ્રદર્શન આગામી તા. ૧૮ ઓક્ટોબર સુધી ચાલનાર છે. આ પ્રદર્શનમાં અત્યાધુનિક ઈન્ટરેક્ટીવ ડિવાઇસ દ્વારા મહાત્મા ગાંધીના જીવન મુલ્યો, અને જીવન કવન પ્રદર્શનને ડિજિટલ ડિસપ્લે મારફતે, એલ.ઈ.ડી સ્ક્રિન, ૩ડીહોલોગ્રામ અને વર્ચ્યુઅલ રીયાલિટી, પુસ્તકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યયું છે. ૩ડીહોલોગ્રામ વડે ગાંધીજી સાથે દાંડીયાત્રા અને મીઠું ઉપાડીને સવિનય કાનુન ભંગ કરવાની અનુભૂતિ કરાવતા ફ્લોટે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ તકે રાજકોટની ગાંધીપ્રીય જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
અહીંથી મને પ્રેરણા મળી આપણે હમેંશા સાચુ બોલવું જોઈએ: ધર્મરાજ દવે
‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન ધર્મરાજ દવેએ જણાવ્યું હતું કે, આ મ્યુઝીયમ એકદમ સરસ છે અને અહિંયા બધી થ્રિડી એક્ટિવીટી પણ ઉપલબ્ધ છે. અહિયા બધા લોકોએ આ એક્ટિવીટી જોવા આવવી જોઈએ. મને અહીંયાથી ઘણુ બધુ જાણવા મળ્યું છે. મારી સ્કૂલ નચિકેતામાં પણ અમે ગાંધીજીના ૧૧ મહાવત પણ બોલીએ છીએ. મને અહીંયા આવવાી એ પ્રેરણા મળી કે આપણે હંમેશા સાચુ બોલવું જોઈએ અને વ્યવસ્તિ રહેવું જોઈએ.
પ્રદર્શન જોવાની અમને ખૂબ મજા આવી: ભટ્ટ હની
‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન ભટ્ટ હનીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શની અમે બહુ જ પ્રભાવીત થયા છીએ. અમને આ પ્રદર્શન જોવાની ખુબ જ મજા આવી છે. ગાંધીજીએ કહેલી વાત કે સાચુ બોલો તે વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારી વાત છે. અહીંયા અમે દાંડીકુચ જોઈ તેમજ ગાંધીજીનું જીવન ચરિત્ર અમને દેખાડવામાં આવ્યું હતું તે અમને ખુબ જ ગમ્યું હતું.