રાજુલાના દેવકા વિઘાપીઠ ખાતે ‘ભૂધરજી જોશી’ના ‘ગાંધી દર્શન’ પુસ્તકનું વિમોચન કરશે પૂ.ભાઇજી
મહાત્મા ગાંધીજી હવે મંચ પરથી ગવાશે, ગાંધીજી લોકબોલીમાં ઉતરશે’ તેવું આજરોજ અબટકની મુલાકાતે આવેલા સાહિત્યકાર સાંઈરામ દવેએ કહ્યું હતું.
કવિ ભુધરજી જોશીની ગાંધી કવિતાનું પુસ્તક સાંઈરામ દવેએ સંપાદિત કર્યું છે. આ બાબતે વિગતો આપવા આજરોજ તેમણે જણાવ્યું હતું કે, ભુદરજી એ ગાંધીજી અંગે શારદા માસિક માં અનેક સાહિત્ય કવિતાઓ લખી છે. ૧૯૬૬માં ભુધરજીએ વિદાય લીધી હતી. જોકે કૃતિ ઉભી રહે છે, છેલ્લે કવિ ઓગળી જાય છે.
એક રણંકે રેંટિયો, બીજો રણંકે રાજા, એમ સાબરમતીનો શ્યામ, કરમ કેળવે કબાઉત.
ગાંધીજી અંગે લોકબોલીમાં આ પ્રકારનું પુસ્તક ઐતિહાસિક ગણી શકાય. આ પુસ્તક માટે ૬ મહિના કામ ચાલ્યું હતું. ૭૮૮ દુહા લોકબોલીમાં લખ્યા હતા. એક દુહો અંગ્રેજી ભાષામાં પમ છે.
ગાંધીનો વડિયો કોઈ નહિ, એના સમ બળિયો કોઈ નહી,આવો ગંગાજળિયો કોઈ નહી, આવો મુનિવર કોઈ નહી.
દાયકાઓ પહેલા લોકકવિ ભુદરજી લાલજી જોશીએ મહાત્મા ગાંધી નાશ સમગ્ર જીવનને લોકબોલીના દુહા અને ગીતોમાં વણી લીધું હતું વર્ષો બાદ ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાની મદદથી કવિની હસ્તપ્રતો પરથી સાંઈરામ દવે પુસ્તકનું કામ શરૂ કર્યું હતું. અગાઉ ભુદર ભુણત નામે એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધી દર્શનની સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ બનાવવામાં આવી છે. ભુદરજી બાપાની આઠ દાયકા પહેલાની હસ્તપ્રતો ઉકેલવામાં સાઈરામ દવે સાથે રામભાઈ બારોટ તેજસ પટેલ ડોક્ટર અવની વ્યાસ અને પ્રોફેસર વિરલ શુક્લએ જહેમત ઉઠાવી છે.
આજથી લગભગ આઠ દાયકા પહેલા રાણાકંડોરણાના લોકકવિ ભૂધરજી લાલજી જોશીને ‘ગાંધી કવિતાના વ્યાસ દ્રૈપાયન’નું બિરૂદ મળેલું ભૂધરાના દુહા આજે પણ ડાયરામાં ગુંજે છે. ગાંધીજીના સમગ્ર જીવનને આ કવિએ લોકબોલીના ૭૮૮ દુહા અને ૭૧ ગીતોમાં સુંદર રીતે વર્ણવેલું છે. દેવકા વિઘાપીઠ (તા. રાજુલા) ખાતે આગામી તા.રપમી જાન્યુઆરીએ ગાંધી દર્શની પુસ્તકની સંવિર્ધિત આવૃતિનું ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા વિમોચન થનાર છે. જે કાર્યક્રમનું સમગ્ર લાઇવ ટેલીકાસ્ટ સાંદિપની ટીવી તેમજ સાંઇરામ દવે ઓફિશ્યલ ચેનલ પર સાંજે સાત વાગ્યાથી રજુ થશે. તેમજ સંસ્કાર ચેનલ પરથી રાત્રે દસ વાગ્યાથી આ કાર્યક્રમ નિહાળી શકાશે.
પ્રસિઘ્ધ લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે સંપાદિત પુસ્તકના વિમોચન સાથે ‘વિરાંજલી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન
ગણતંત્ર દિવસની પૂર્વસંઘ્યાએ લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે તથા સાથી કલાકારો વિરાંજલી કાર્યક્રમ રજુ કરશે. જેમાં દેશભકિતના ગીતો તેમજ આઝાદીનો ઇતિહાસની વાતો લોકશૈલીમાં રજુ કરાશે. આ સમગ્ર કાર્યક્રમ માટે ઇપ્કોવાળા ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદના દેવાંગભાઇ પટેલ સધિયારો આપેલ છે. વિરાંજલી કાર્યક્રમમાં સાંઇરામ દવે સાથે ગાયક આશિષ દવે, પ્રદિપ પટેલીયા, જયોતિ ઓઝા, ઉન્નતી જાની, મંદા પીરાણી:, રાષ્ટ્રભકિતના ગીતો રજુ કરશે. સમગ્ર કાર્યક્રમમાં પરિમલ ભટ્ટ સંગીત પીરસશે.
શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થયું ગાંધી જયંતિ પુસ્તક વિશે પ્રકાશ પાડતા સાંઇરામ દવે જણાવે છે કે કવિ ભૂધરજી જોશીની કવિતાઓ ‘શારદા માસિક’ માં આઝાદીકાળમાં પ્રસિઘ્ધ થતી ગાંધીજીને પોતાના આરાઘ્ય ગણતા આ કવિને ગાંધીજીની હત્યા બાદ ખુબ લાગી આવ્યું જેથી પોતાની કવિતાઓ પ્રકાશનની મનાઇ ફરમાવી હતી.
ભૂધરજી બાપાની આઠ દાયકા પહેલાની હસ્તપ્રતો ઉકેલવામાં સાંઇરામ દવે સાથે રામભાઇ બારોટ, તેજસ પટેલ, ડો. અવની વ્યાસ તેમજ પ્રો. વિરલ શુકલએ પણ મદદ કરી હતી.