‘દિન હો યા રાત, આપ કી સેવા કે લીયે પુલીસ હે આપ કે સાથ’, ‘અપરાધ છોડો, પરિવાર બચાવો’ સહિતના સ્લોગનો પણ લખાયા
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ચિત્રનગરીના કલાકારો દ્વારા વોલ પેઇન્ટીંગ કરવામાં આવ્યુંછે આ વોલ ચિત્રો પોલીસ સ્ટેશનમાં આવતા દરેક શહેરીજનોને નિહાળવા મજબૂર કરે તેટલા આબેહુબ ચિત્રો બનાવવામાં આવ્યા છે. દરેક ચિત્રો લોકોને કંઇક ને કંઇક સંદેશો આપી રહ્યાં છે.જેમ કે પોલીસ પ્રજા માટે શું છે? કઇ રીતે તેનું રક્ષણ કરે છે વગેરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની દિવાલ પર કુલ અલગ અલગ ૧૧ ચિત્રો બનવાયાં છે.
આ ઉપરાંત લોકઅપમાં ત્રણ ચિત્રો બનાવાયાં છે. અને હજુ વોલ પર ચિત્રો દોરવાનાં બાકી હોય જયાં પણ આગામી દિવસોમાં પેઇન્ટીંગ કરવામાં આવશે. ચિત્રનગરીના કલાકારો દ્વારા પોલીસ સ્ટેશનની વોલ પેઇન્ટીંગ થતાં પોલીસ સ્ટેશનની સુંદરતામાં વધારો થયો છે.ગરીબોને, ભિક્ષુકોને ખવડાવતા પોલીસ, ખાખીનો મિજાજ બતાવતા પોલીસ આ ઉપરાંત પોલીસ વેનનું ચિત્ર વગેરે ચિત્રો બનાવવામાં આવ્યાં છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ પોલીસ સ્ટેશનની આ વોલ પર ચિત્રનગરીના રપ થી ૩૦ કલાકારોએ રવિવારના રજા દિવસોમાં ચિત્રો બનાવ્યાં છે. અને હજુ વધુ પેઇન્ટીંગ આગામી દિવસોમાં દોરવામાં આવશે. કલાગીરીનું અદભુત પ્રદર્શન કરનાર તમામ ચિત્રકારોને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા બિરદાવવામાં આવશે.
કમ્પાઉન્ડ વોલ પર દોરેલા ચિત્રોમાં ‘વર્દીમાં ભગવાન’Police Finds Creative Ways to Keep us Safe’ ‘અપરાધ છોડો, ‘૫રિવાર બચાવો’, ‘હુઆ સવેરા જાગો લાલ, સીખો મહાપુરૂષ કી ચાલ’, ‘દિન હો યા રાત, ધૂપ હોય યા બરસાત, આપ કી સેવા કે લીયે પુલિસ હૈ આપ કે સાથ, “My heroes are those who risk their lives every day to protect our world and Make it better Place’ સહિતના સ્લોગ્ન લખ્યાં છે. જે ઘણી બધી શીખ આપી જાય છે.
એક નવા પ્રયાસથી લોકોને થોડી સહાનુભૂતિ મળશે: મનોહરસિંહ જાડેજા (ડી.સી.પી. ઝોન-ર)
‘અબતક’ સાથેની વાતચીતમાં રાજકોટ ડીસીપી ઝોન-ર માં મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે જે સંદર્ભે મથકની કમ્પાઉન્ડ વોલ લોકઅપ જેવી જયાં જયાં જગ્યા છે ત્યાઁ રાજકોટ શહેરના ફ્રેમસ પેઇન્ટરને બોલાવી તેમની પાસે પેઇન્ટીંગ કરાવ્યું છે. આ ઉપરાંત ચિત્રોની સાથે સારા સારા સ્લોગ્ન પણ દોર્યા છે. પોલીસ સ્ટેશનમાં ચિત્રનગરી એક નવો પ્રયાસ છે જેમાંથી લોકોને થોડી સહાનુભૂતિ મળશે.