ગાંધીધામમાં દિવાળી જેવી ઉજવણી 

Chandrayaan-3 update: ISRO's spacecraft performs significant manoeuvre  close to Moon's surface | India News – India TV

ચંદ્રયાન ૩ નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા દેશના ઐતિહાસિક દિવસને ગાંધીધામમાં દિવાળીની જેમ ધામધૂમથી ઉજવાયો  હતો . તારીખ 23/8/2023 ભારત દેશના ઇતિહાસમાં સોનેરી અક્ષરથી લખાવામાં આવશે.   ચંદ્રયાન 3  ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચીને દેશના તિરંગાને ફેરવતા અભિમાન વ્યક્ત કર્યો.

IMG 20230824 WA0001

માં ભારતીના ચંદ્રયાન 3 એ 3.84 લાખ Km દુર્ ચંદ્ર પર તિલક કરતા ગાંધીધામની સેવા કાર્ય કરનાર સિન્ધી યુવા શક્તિ દ્વારા આ ક્ષણે દિવાળી જેમ ઉજવણી કરી ગાંધીધામના ઝુલેલાલ મંદિરમાં પ્રાર્થના કરી હનુમાન ચાલીસાનો પાઠ કરતા ચંદ્રયાનના સફળ થવા પ્રાર્થના કરી હતી . સફળતાના સમાચાર મળતા જ એકબીજાને મોં મીઠા  કરાવી, ઢોલ નગારા સાથે ફટાકડા ફોડ્યા હતા .

 

ઝુલેલાલ મંદિર ગાંધીધામથી ભાઈ પ્રતાપ સર્કલે ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી,સન્માન કરી ભારત માતાકી જય અને વંદે માતરમના નારા સાથે ઉજવણી કરી, ગાંધીધામ શહેરના નગરજનો સંસ્થાઓના હોદ્દેદ્વાર આ કાર્યક્રમમાં જોડાયા હતા.Screenshot 1 8

સંસ્થાના પ્રમુખ લલીતભાઈ ડલવાની એ વૈજ્ઞાનિકોને આ ઐતિહાસિક ક્ષણે વંદન કરીને શુભકામનાઓ પાઠવી અને દેશભરમાં યુવા પેઢીને કંધે સે કંધે મીલાવીને  તથા ઐતિહાસિક કાર્યમાં સહભાગી બનવા વિનંતી કરી- દેવ મોહનાની અને કાલુભાઈ ભાનુશાલીએ નગરજનોને ગાંધીધામ શહેર અને ભારત દેશ વિશ્વમાં સૌપ્રથમ અને  વિકાસના કાર્યમાં સાથે રહેવા અપીલ કરી હતી .

WhatsApp Image 2023 08 24 at 13.35.33 કાર્યક્રમની આભાર વિધિ માટે ઉપપ્રમુખ દેવભાઈ મોહનાની સાથે સૌ જોડાયા અને આભાર કરી, રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમનુ સમાપન કર્યું હતું .

 

 ભારતી માખીજાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.