23946 બોટલ શરાબ, ચાર વાહનો મળી રૂ.73.56 લાખનો મુદામાલ સાથે તળાજા અને ભચાઉના શખ્સ પકડાયા: બુટલેગર સહિત 14 શોધખોળ
પૂર્વ કચ્છના ગાંધીધામ-ભચાઉ માર્ગ પર આવેલ પોલીમર્શના ગોડાઉનમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડો પાડતા નાસભાગ મચી જવા પામ્યો હતો. રૂા.50 લાખની કિંમતનો 23964 બોટલ દારૂ સાથે ભચાઉ અને ભાવનગરના બે શખ્સોની ધરપકડ કરી છે. 4 વાહનો અને દારૂ મળી રૂા.73.56 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે દરોડા દરમ્યાન નાસી છૂટેલ લીસ્ટેડ બુટલેગર સહિત 14 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં ઔદ્યોગીક વસાહત આવેલી હોવાથી મોટાપાયે વિદેશી દારૂની અવર જવર થતી હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી.નિર્લિપ્તરાયના ઘ્યાને આવતા ડીવાયએસપી કે.ટી.કામલીયા સહિતના સ્ટાફે ગાંધીધામ પંથકમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. ત્યારે ગાંધીધામ-ભચાઉ માર્ગ પર આવેલ આદ્યશકિત પોલીમર્શના ગોડાઉનમાં વિદેશી દારૂનુ ભચાઉના ભવાનીપુરમાં રહેતો પ્રહલાદ અરજણ ઠાકોર અને તળાજાના સાંગાણા ગામના કિશોરસિંહ દાનુભા સરવૈયા નામના બન્ને શખ્સો વિદેશી દારૂનુ કટીંગ કરી રહયાની પી.એસ.આઈ. એ.ડી.ચાવડાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડતા નાસ ભાગ મચી જવા પામી હતી.
દરોડા દરમ્યાન રૂા.50 લાખની કિંમતનો 23964 બોટલ વિદેશી દારૂ સાથે બન્ને શખ્સોની ધરપકડ કરી 4 વાહનો અને દારૂ મળી રૂા.73.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલ બન્ને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં આ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સુત્રધાર ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, તેના ભાગીદાર ભગીરથસિંહ જાડેજા, શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ગોડાઉનના માલીક અને આદીપુર રહેતા મોહનસિંહ રાણા, ભચાઉનો ભુરો ઠાકોર, જયંતિ પેથાજી ઠાકોર, રમેશ ઠાકોર, અરજણ કચરા ઠાકોર અને 4 વાહનના ચાલક નાસી છુટતા જેની સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ આપી છે.