ગાંધીધામ શહેરમાં નવ જીવન સોસાયટી સર્કલને તેમજ કિડાણા ચાર રસ્તાના માર્ગને સ્વ. અજીત માનસિંગ ચાવડાનું નામકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઠરાવ પાસ કરીને ઉપરોક્ત જગ્યાને અજીતભાઈના નામ સાથે જોડવામાં આવ્યું હતું.
લોકાર્પણ મહેશ્વરી સમાજના ધર્મગુરૂ જટાશંકર ભાગવંત, ધર્મ ભાગવંત, ચંદુભાઈ ભાગવંત, વિનોદ માતંગ, નાગસી માતંગ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવમાં આવી હતી. અનેક સામાજીક, રાજકિય આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વ.અજીતભાઈનું ગાંધીધામ વિસ્તારના વિકાસમાં યોગદાન અને ખાસ કરીને ઝુપડપટ્ટી વિસ્તારના લોકો આજે પણ તેમને યાદ કરીને તેમની કામગીરીને બિરદાવે છે અને ખોટ વર્તાઈ હોવાનું વસવસો પણ વ્યક્ત કરે છે.
સૌ પ્રથમ પરિવાર વતીથી અમીત ચાવડાએ પધારેલા સૌને સ્વાગત પ્રવચન કરીને આવકાર્યું હતું. ધર્મગુરૂ જટાશંકર ભાગવતએ આશીર્વચન પાઠવ્યા હતા. આગેવાનોના વક્તવ્યમાં મોરારી શર્મા, મધુકાંત શાહ, સુરેશ શાહ, વિ. કે. હુંબલ, વાલજીભાઈ દનીચા, એ.એસ. એસ ગઢવી, સંજય ગાંધી, ગનીભાઈ માંજોઠી,જીવરાજ ભાંભી,ભરત સોલંકી, નાગશિ નોરીયા, શામજી ભાઈ ખાંડેકા, વગેરેએ સ્વ. અજીત ભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ તેમની કામગીરીને બિરદાવી હતી.
તેમજ તેમના પરિવાર વતીથી જયશ્રી બેન અજીત ચાવડા, મનિષ ચાવડાએ આભાર વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમમાં ભરત ગુપ્તા, દેવેન્દ્રસિંહ ઝાલા, ડો.રાજેન્દ્ર શાહ, નવનીત ગજ્જર,બળવંત ઠકકર, ભરત ઠકકર, હીરાભાઈ ધુવા, રાયશી મારાજ, વિજયસિંહ જાડેજા, મનોજ ચાવડા, પુનમ ભાઈ ચુણા, લાલજી દેવરિયા, દીપેન જોડ, કીશોર ધુવા, ફફલ સાહેબ, કરસન દનીચા, દામજી દોરુ, દીપક લાખણી, ટી.ડી.દેવરિયા, પ્રેમ પરીયાની, પ્રતીક પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતન જોશી તેમજ આભાર વિધિ લતીફ ખલીફા એ કરી હતી. કાર્યક્રમની વ્યવસ્થા નવીન હેંગણા, ધનજી સીજુ, ઇકબાલ મિયાણા, નવીન અબચુંગએ સંભાળી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી