એલ.સી.બી. અને ગાંધીધામ પોલીસે દ્વારા 10 ટીમો બનાવી અને 100 સીસી ટીવી કેમેરા કુટેજથી ભેદ ઉકેલયો
અગાઉ લુંટને અંજામ આપે તે પૂર્વે જ સુત્રધાર
અજમેરથી રિવોલ્વર સાથે પકડાયો તો
96.90 લાખ રોકડ, પ કાર, પાંચ પિસ્તોલ, 20 કાર્ટીસ, મોબાઇલ મળી
રૂ. 1.07 કરોડનો મુદામાલ કબ્જે: છ શખ્સોની ધરપકડ: ચારની શોધખોળ
ગાંધીધામ ખાતે આવેલી પી.એમ.એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં પિસ્તોલ બતાવી રૂ.1 કરોડ 5 લાખની ચકચારી લૂંટને ધોળાદિવસે અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગના 6 આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે લુંટના 11મા દિવસે પકડી ભેદ ઉકેલી રૂ.96.90 લાખ રોકડ, વાહનો 6 મોબાઇલ સહિત રૂ.1.07 રિકવર કર્યો હતો.ઉલ્લેખનિય છે કે, મુખ્ય સૂત્રધાર વર્ષ-2022 ના ઓગષ્ટ માસમાં આ જ પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તે ઉત્તરપ્રદેશથી હથિયાર લઇને આવી રહ્યો હતો ત્યારે અજમેર રેલ્વે સ્ટેશન પર પકડાઇ જતાં તે વખતે પ્લાન નાકામ થયો હતો.
બોર્ડર રેન્જ આઇજીપી જશવંતસિંહ મોથાલિયાએ ખાસ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.22/5 ના રોજ આંગડિયા પેઢીમાં હેલ્મેટધારી ચાર શખ્સોએ પિસ્તોલથી સંચાલકોને ડરાવી ધમકાવી 1.05 કરોડની લૂંટને અંજામ આપ્યા બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચના મુજબ એસપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન તળે એલસીબી, એસઓજી, એ-ડિવિઝન, બી-ડિવિઝન તેમજ નેત્રમ સહિતની 10 જુદી જુદી ટીમો બનાવી કોમ્બીંગ ગોઠવાયું હતું. 100 જેટલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસી રુટ પકડ્યા હતા. તે દરમ્યાન શિવમ પ્લાય નામની કંપનીથી આગળ બાવળની ઝાડીઓમાંથી બે હેલ્મેટ મળી આવ્યા હતા. જેણે આ તપાસને નવી દીશા આપી અને આ લૂંટમાં માસ્ટર માઇન્ડ સુધી પહોંચવામાં મદદ કરી હતી.પડાણા સીમમાં ફ્લોર મિલ ચલાવતો ઉજ્જવલ પાલ મુખ્ય હોવાનું બહાર આવતાં તેની અટક કરી પુછપરછ કરતાં લૂંટની કબૂલાત આપી આ લૂંટમાં સંડોવાયેલા યોગેન્દ્ર ઉર્ફે યોગી, મુકેશસિંગ ઉર્ફે બીપી, શિવમ યાદવ બહાર નાસી ગયા હોવાનું જણાવતાં અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં મોકલી આ તમામને પકડી લેવાયા હતા. ત્યારબાદ આ લૂંટને અંજામ આપનાર મુળ યુપીનો હાલે પડાણા તિરૂપતિ ડોર કંપનીમાં રહેતો ઉજ્જવલ મીઠીરોહરના સોઢા ફળિયામાં રહેતો હનિફ ઇસ્માઇલ સોઢા, યુપીના ગોરખપુરનો યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન શ્યામલાલ ચૌહાણ,મુળ યુપીનો હાલે પડાણા રહેતો મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ પાલ, મુળ જામનગર લાલપુરનો હાલે મીઠીરોહર રહેતો વિપુલ રામજીભાઇ બગડા અને મુળ નલિયાના વાયોરનો હાલે અંજારના મેઘપર બોરીચી રહેતા હનિફ સિદ્દિક લુહારને પકડી લઇ લૂંટ કરેલા રૂ.96,90,030 રોકડ તેમજ લૂંટમાં ઉપયોગ કરેલા 5 વાહનો, લૂંટમાં .પયોગ કરેલી રૂ.1.25 લાખની 5 પિસ્તોલ અને 47 જીવતા કારતૂસ ,6 મોબાઇલ સહિત કુલ રૂ.1 કરોડ 7 લાખ 45 હજાર 230 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
છ આરોપીને પિસ્તલ આપનાર ઉત્તરપ્રદેશના નઇમખાન ઉર્ફે સુદુ, શિવમ સુભાષ યાદવ, આલોક રામપ્રસાદ ચૌહાણ (હાલે પડાણા), અરૂણ પ્રેમકુમાર ચૌહાણ મીઠીરોહરનો જુણસ ઇસ્માઇલ સોઢા અને દિપક રામભવન રાજભરને પકડવાના બાકી છે. લૂંટ કરનાર ઉજ્જવલ, યોગેન્દ્ર અને દિપકે મળી વર્ષ-2022 ના ઓગષ્ટ માસમાં આ જ પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ દિપક ઉત્તરપ્રદેશથી હથિયાર લઇને આવી રહ્યો હતો ત્યારે અજમેર રેલ્વે સ્ટેશન પર પકડાઇ જતાં તે વખતે પ્લાન નાકામ થયો હતો. ઉલ્લેખનિય છે કે,લૂંટનો માસ્ટર માઇન્ડ ઉજ્જવલ પાલ સામે અજમેર પોલીસ મથકે આર્મ્સ એક્ટ તળે અને યુપીના રાજસુલ્તાનપુર પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયેલો છે. હનિફ ઇસ્માઇલ સોઢા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે બે ગુના, બી-ડિવિઝનમાં 1 ગુનો અને 1 ગુનો અંજાર પોલીસ મથકે નોંધાયેલો છેતો યોગેન્દ્ર ઉર્ફે યોગી વિરુધ્ધ યુપીના અલીગંજ, આંત્રોલિયા, જલાલપુર, બેલઘાટ પોલીસ મથકોમાં 5 ગુના નોંધાયા છે.આ કામગીરી પોલીસ ઇન્સે. એમ.એમ. જાડેજા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સે. સી.ટી.દેસાઇ, ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. પોલીસ સબ ઇન્સે. એસ.એસ. વરુ, વી.આર. પટેલ એલસીબી પોલીસ સબ ઇન્સે. જે.જી. રાજ નેત્રમ, પોલીસ સબ ઇન્સે. એમ.વી. જાડેજા, એ ડીવી. પો.સ્ટે. તથા પોલીસ સબ ઇન્પે. ડી.કે. બ્રહ્મભટ્ટ પેરોલ ફલો સ્કવોર્ડ એલ.સી.બી. ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.