Gandhidham: ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેનશન સર્વિસની કચેરી, ગાંધીનગર દ્વારા નગરપાલિકા ડિસ્ટ્રિક ફાયર સ્ટેશન, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની કચેરીને અંડર વોટર રોબોટ આપવામાં આવ્યું છે. રોબોટ પાણીની અંદર કેમેરાની મદદથી ડેડબોડી શોધવામાં મદદ કરશે. જેમાં લાગેલ કેમેરાથી ઓપરેટરને સ્ક્રીનમાં રોબોટની ગતિવિધિ જોઈ શકાશે. આ રોબોટ સંપૂર્ણ રિમોટથી ચાલે છે. જેમાં અલગ અલગ લંબાઈના વાયર આપેલ છે. જેની મદદથી 80 થી 100 મીટરની ઊંડાઈ સુધી આ રોબોટ શોધ ખોળ કરી શકે છે. તેના આગળના ભાગમાં બોડી કેચર આપવામાં આવેલ છે જેની મદદથી ડેડબોડીને પકડીને કિનારા સુધી લઈ આવવામાં મદદ રૂપ થશે.WhatsApp Image 2024 08 08 at 3.15.31 PM 3

આગામી સમયમાં ભુજ ફાયર વિભાગના સ્ટાફમાંથી આ આધુનિક સાધનની ટ્રેનિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે ત્યાર બાદ ભુજમાં ઊંડા પાણીમાં તેનું ડેમો કરીને ફાયર સ્ટાફના જવાનોને જાણકારી આપવામાં આવશે. વધુમાં જણાવવાનું કે, થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એચ.ડી.પી.ઈ. બોટ, બોટ એન્જીન, અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા, લાઈફ જેકેટ, લાઈફ રીંગ, રોપ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ, ટાવર લાઈટ, ટેન્ટ, સ્ટ્રેચર, વગેરે જેવા સાધનો આપવામાં આવેલ હતા. હાલે આ તમામ સાધનો ચાલુ હાલતમાં છે. અને રેસ્ક્યુ દરમ્યાન આ સાધનોનો ઉપયોગ કરીને શોધ અને બચાવની કામગીરીમાં મદદ રૂપ થાય છે. આ આવેલ આધુનિક સાધનોની મદદથી ફાયર જવાનની મહેનત ઓછી થાશે અને સમય પણ બચશે.WhatsApp Image 2024 08 08 at 3.15.31 PM 1

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.